આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને તમે કેટલાય અકસ્માતો પોતાની આંખની સામે જોયા હશે. જ્યારે અમુક શરત એ હોય છે કે જેના પર તમે વિશ્વાસ નહીં કરી શકે ત્યારે તેવા જ અકસ્માતની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ એક 59 વર્ષીય LIC ના કર્મચારી બી ભાગવત પોતાની નવી કાર ને લઈને શોરૂમમાંથી લિફ્ટ તરફ જઈ રહ્યા હતા.
ત્યારે પોતાની નવી કાર પર કાબૂ ગુમાવ્યો અને શોરૂમ ના પહેલા માળેથી કાર નીચે પડી ગયો. આ ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી.
અને પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બી ભાગવતે આ કાર શોરૂમમાંથી 6.40 લાખ રૂપિયાની ખરીદી હતી. મળતી માહિતી મુજબ કાર પહેલા માળેથી ખુલ્લી લિસ્ટ માં નીચે આવી રહી હતી આ દરમિયાન કાર બેકાબુ થતાં.
કાર પહેલા માળેથી નીચે પડી હતી અને આ સમગ્ર ઘટનામાં બી ભાગવતને ઈજા પહોંચી હતી. આ ઉપરાંત બી ભાગવતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભાગવત ની નવી કાર અને નીચે પાર્ક કરેલી બીજી કારને પણ નુકસાન પહોંચ્યું હતું.
આ ઉપરાંત એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કારને બહાર કાઢવા શો રૂમના કાચ ના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ ઘટનામાં શોરૂમનો કોઈપણ કાચ તૂટી ગયો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!