પત્રકારે પોતાના પર ગોળી ચલાવીને પોતાનું જીવનનું ટૂંકાવી લીધું, પત્રકારની ગર્લફ્રેન્ડે તેને કહ્યું હતું કે – “હિંમત હોય તો સુસાઇડ કરીને બતાય”…

Published on: 11:16 am, Sat, 30 July 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. એક પત્રકારે પોતાના ધરે પોતાના પર ગોળી ચલાવીને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરીનો મહોલ જોવા મળ્યો હતો. મૃત્યુ પામેલા પત્રકારનું નામ વિશાલકુમાર હતું અને તેમની ઉંમર 32 વર્ષની હતી. વિશાલ કુમારનું તેની ગર્લફ્રેન્ડ વંદના સાથે વિવાદો ચાલી રહ્યા હતા.

વંદના JDUની નેતા છે. વંદના વિશાલને સુસાઇડ કરવા માટે ઉશ્કેરતી હતી. વિશાલે સુસાઇડ જેવું મોટું પગલું ભર્યું તે પહેલા મેલ પર એક સુસાઇડ નોટ પણ લખી હતી. આ ઉપરાંત વિશાલે સુસાઇડ નોટ પોતાની બહેનને વોટ્સએપમાં પણ મોકલી હતી. વિશાલે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મને વંદના અને તેના બાળકોએ સુસાઇડ માટે ઉશ્કેર્યો છે.

વંદનાએ મને કહ્યું હતું કે, તેર લાયસન્સ વાળી પિસ્તોલ ઘરે મૂકીને આવી હતી. એને મને કહ્યું હતું કે, જો તારામાં હિંમત હોય તો સુસાઇડ કરીને બતાવો. સુસાઇડ નોટમાં વિશાલે લખ્યું હતું કે, વંદના એમ કહેતી હતી કે હું બધા સાથે બેસીને ટીવી પર તારા મૃત્યુના સમાચાર જોઈશ.

મળતી માહિતી અનુસાર વિશાલે વંદનાને અનેક ફોન પણ કર્યા હતા પરંતુ તેને ફોન ઉપાડ્યા ન હતા. વંદનાને છેલ્લો કોલ કર્યા બાદ વિશાલે એક સુસાઇડ નોટ લખી અને ત્યારબાદ પોતાના પર ગોળી ચલાવીને પોતાનું જીવનને ટૂંકાવી લીધું. વિશાલે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, વંદના એ અને તેને 2 ઓગસ્ટ 2020 ના રોજ લગ્ન કરી લીધા હતા.

વિશાલે એમ પણ લખ્યું હતું કે, વંદના પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે સંપર્ક ધરાવે છે, તેણે તેના પતિનો પણ જીવ લેવડાવ્યો હતો. વિશાલ તેના પરિવાર સાથે વંદનાના ભાડાના મકાનમાં રહેતો હતો. એ એક અખબાર માટે રિપોર્ટિંગનું કામ કરતો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ વિશાલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ સુસાઇડ નોટ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પત્રકારે પોતાના પર ગોળી ચલાવીને પોતાનું જીવનનું ટૂંકાવી લીધું, પત્રકારની ગર્લફ્રેન્ડે તેને કહ્યું હતું કે – “હિંમત હોય તો સુસાઇડ કરીને બતાય”…"

Leave a comment

Your email address will not be published.


*