બ્રેક ફેલ થતા 65 યાત્રીઓથી ભરેલી બસ થાંભલા સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ, એક મહિલાનો કરુણ મૃત્યુ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

Published on: 11:48 am, Sat, 30 July 22

મિત્રો દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે સોશિયલ મીડિયામાં ઘણી ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ જોયા હશે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ગંભીર અકસ્માતની ઘટના ઋષિપુર-શિવપુર રોડ પર બની હતી.

અહીં એક બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બની ત્યારે બસની અંદર 65 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુરૂવારના રોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસ ઋષિકેશના નીલકંઠ મહાદેવ જતી એક બસ બેકાબુ થઈને પલટી ખાઈ ગઈ હતી.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું છે અને 15 જેટલા યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ ઈન્દુદેવી હતું તેવું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ભદ્રકાલી નજીક અચાનક બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી.

અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી. બે કાબુ બસને જોઈને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બસની અચાનક બ્રેક ફેલ થઈ જતા બસ એક થાંભલા સાથે અથડાઈ હતી.

ત્યારબાદ બસ બેકાબુ બનીને પલટી ખાઈ ગઈ હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બે કાબુ બનેલી બસ થાંભલા અથડાવીને જ્યોત જોતા માં પલટી ખાઈ જાય છે.

અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોની નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટ મોટો માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. મહિલાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બ્રેક ફેલ થતા 65 યાત્રીઓથી ભરેલી બસ થાંભલા સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ, એક મહિલાનો કરુણ મૃત્યુ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*