બી-ફાર્મમાં અભ્યાસ કરતા 21 વર્ષના વિદ્યાર્થીએ ટ્રેનની સામે કૂદીને પોતાનો જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 10:48 am, Sat, 30 July 22

આજકાલે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં યુવાનો અથવા તો યુવતીઓ નાની-નાની બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે એક વિદ્યાર્થીએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃત્યુ પામેલો વિદ્યાર્થી બી-ફાર્મના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી અનુસાર કોલેજ મેનેજમેન્ટ આ ઘટનાની જાણ પરિવારજનો અને પોલીસની ટીમને કરી હતી.

ઘટનાની માહિતી મળતા મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પિતા અને પરિવારના સભ્યો કાનપુર પહોંચી આવ્યા હતા. દીકરાના મૃતદેહને જોઈને તેઓ ભારે ગુસ્સામાં ભરાયા હતા. વિદ્યાર્થીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મૃતક વિદ્યાર્થીના પરિવારજનો અને તેના મિત્રોની પૂછપરછ દરમ્યાન પણ કાંઈ માહિતી મળી નથી.

આ ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ પવન કુમાર હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. તે ખાનગી હોસ્ટેલમાં રહેતો હતો અને મહારાણા પ્રતાપ કોલેજમાં બી-ફાર્મ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સમગ્ર ઘટનાને લઈને હોસ્ટેલના ઇન્ચાર્જ જણાવ્યું કે, લગભગ સવારે 6 વાગ્યાની આસપાસ પવન કુમાર એક કાગળિયું લઈને હોસ્ટેલની બહાર નીકળ્યો હતો.

ત્યારબાદ કોલેજની સામેથી પસાર થતા રેલવે ટ્રેક પર ઉભો રહી ગયો હતો. તેને જોઈને લોકોએ જોર જોરથી બૂમો પાડી અને તેને બચાવવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ પવન કુમારી કોની વાત સાંભળી નહીં. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી ટ્રેને પવન કુમારને અડફેટેમાં લીધો હતો. જેના કારણે પવન કુમારનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો પણ કાનપુર આવવા માટે નીકળી ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને પવન કુમારના રૂમ પાર્ટનરે જણાવ્યું કે, પવન ખૂબ જ ખુશ હતો અને તે મોડી રાત્રે એક વાગ્યા સુધી પેપરની તૈયારી કરી રહ્યો હતો.

શુક્રવારથી સેમેસ્ટરની પરીક્ષાનું પ્રથમ પેપર હતું. પવનને કોકનો ફોન આવ્યો હતો ત્યારબાદ તે ખૂબ જ નિરાશ થઈ ગયું હતું અને તેને આ પગલું કર્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. પવનના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે વિદ્યાર્થીનો મોબાઇલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બી-ફાર્મમાં અભ્યાસ કરતા 21 વર્ષના વિદ્યાર્થીએ ટ્રેનની સામે કૂદીને પોતાનો જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*