લાખો લોકોને હંસાવનાર એવા જેઠાલાલ ગુજરાતના આ ગામના છે, એક સમયે માત્ર 50 રૂપિયામાં કામ કરતા દિલીપ જોશી આજે જેઠાલાલના પાત્ર માટે આટલા લાખ રૂપિયા લે છે…

Published on: 12:19 pm, Tue, 27 September 22

મિત્રો તમે તારક મહેતા સીરીયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીને તો ઓળખતા જ હશો. દિલીપ જોશી નું જેઠાલાલનું પાત્ર દરેક ઘરમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું છે. ત્યારે આજે આપણે દિલીપ જોશીની કારકિર્દી વિશે જાણવાના છીએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલની વાત કરીએ તો છેલ્લા 12 વર્ષમાં આ સીરીયલએ ટીવી પર 3000 એપિસોડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ સીરીયલ ટીઆરપીમાં હંમેશા ટોપ 5માં સ્થાન મેળવે છે.

આ સીરીયલમાં દિલીપ જોશીનું જેઠાલાલનું પાત્ર ચાહકો ખૂબ જ પસંદ કરે છે. છેલ્લા 12 વર્ષથી દિલીપ જોશી જેઠાલાલનું પાત્ર ભજવીને લોકોને મનોરંજન આપે છે. ત્યારે આજે આપણે જેઠાલાલના જીવનની કેટલીક અંગત વાતો જાણવાના છીએ. દિલીપ જોશીનો જન્મ 26 મે 1968માં ગુજરાતના પોરબંદરમાં થયો હતો. જ્યારે દિલીપ જોશી BCAનો અભ્યાસ કરતા હતા.

ત્યારે તેમને INT (ભારતીય રાષ્ટ્રીય થિયેટર) શ્રેષ્ઠ અભિનેતા નો એવોર્ડ મળ્યો હતો. દિલીપ જોશીએ જયમાલાજોશી સાથે લગ્ન કર્યા છે. તેમના બે બાળકો છે. નિયતિ જોશી અને ઋત્વિક જોશી. દિલીપ જોશીએ પોતાની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટક થી કરી હતી. માત્ર 12 વર્ષની ઉંમરે દિલીપ જોશીએ અભિનયની શરૂઆત કરી હતી. તેમણે શાળામાં નાટકમાં ભાગ લીધો હતો.

મળતી માહિતી અનુસાર તેમને બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. ત્યારે તેમને દરરોજના માત્ર 50 રૂપિયા મળતા હતા. ત્યારબાદ ભારે સંઘર્ષ કર્યા બાદ તેઓ મુંબઈ પહોંચ્યા હતા અને ત્યાં કામ મેળવવા માટે તેમને ઘણી બધી મહેનત કરી હતી. 1989માં દિલીપ જોશીનું બોલીવુડમાં ડેબ્યૂ થયું હતું.

દિલીપ જોશીએ સલમાન ખાનના “મેને પ્યાર કિયા” ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમને રામુ તરીકે ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ કર્યા બાદ દિલીપ જોશીને ઘણા બધા ફિલ્મોમાં કામ મળ્યું. આ ઉપરાંત તેઓ ટીવી શોમાં પણ કામ કરતા હતા. દિલીપ જોશીને અસલી ઓળખ ત્યારે મળી જ્યારે તેમને વર્ષ 2008માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કર્યું.

આ સીરીયલથી દિલીપ જોશીને ખૂબ જ નામના મળી. દિલીપ જોશીનું જેઠાલાલનું પાત્ર દરેક ઘરમાં લોકપ્રિય બની ગયું. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે દિલીપ જોશી એક એપિસોડના દોઢથી બે લાખ રૂપિયા લે છે. દિલીપ જોશી પાસે કુલ સંપત્તિ 20 કરોડથી પણ વધારે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લાખો લોકોને હંસાવનાર એવા જેઠાલાલ ગુજરાતના આ ગામના છે, એક સમયે માત્ર 50 રૂપિયામાં કામ કરતા દિલીપ જોશી આજે જેઠાલાલના પાત્ર માટે આટલા લાખ રૂપિયા લે છે…"

Leave a comment

Your email address will not be published.


*