રસ્તાની વચ્ચોવચ બે આંકડાઓ વચ્ચે થઈ ગઈ બબાલ, ખુરશી પર બેઠેલી વૃદ્ધ મહિલા… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 12:45 pm, Tue, 27 September 22

સમગ્ર દેશમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે. આ ઉપરાંત અનેક લોકો રખડતા ઢોરના કારણે અકસ્માતનો શિકાર પણ બન્યા હશે. ત્યારે પંજાબમાં રોડ ઉપર રખડતા ઢોરનો આંતક ખૂબ જ વધી ગયો છે.

ત્યારે રસ્તાની વચ્ચોવચ બથોબથ આવેલા બે આખલાઓનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે આખલાઓની લડાઈમાં એક વૃદ્ધ મહિલાનો માંડ માંડ જીવ બચે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, એક ગલીમાં ત્રણથી ચાર મહિલાઓ જોવા મળી રહે છે. જેમાં એક વૃદ્ધ મહિલા નો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન ત્યાંથી પસાર થતા બે આંખલાઓ વચ્ચે જોરદાર બબાલ થઈ જાય છે.

આખલાઓને ઝઘડતા જોઈને વૃદ્ધ મહિલા ખુરશી ઉપરથી ઉભી થઈને પોતાના ઘરમાં જતી રહે છે. જો મહિલાને થોડુંક પણ ઘરમાં જવાનું મોડું થયું હોત તો મહિલા આખલાઓની ઝપેટમાં આવી ગઈ હોત. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વૃદ્ધ મહિલા ખુરશી ઉપરથી ઉભી થઈને ઘરની અંદર જાય છે અને થોડીક વારમાં ઝઘડતા આખલાઓ ખુરશી પાસે પહોંચી જાય છે.

સદનસીબે મહિલા યોગ્ય સમયે ઘરની અંદર ચાલી ગઈ જેના કારણે તેનો જીવ બચી ગયો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટનાનો વાયરલ થયેલો વિડિયો જોઈને ઘડીક વાર તો ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. આ પહેલા પણ તમે આવા ઘણા બધા વિડીયો જોયા હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તાની વચ્ચોવચ બે આંકડાઓ વચ્ચે થઈ ગઈ બબાલ, ખુરશી પર બેઠેલી વૃદ્ધ મહિલા… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*