વલસાડમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો… લોકોને એટલી મોજ પડી કે થેલા ભરીને રૂપિયા ઉડાડ્યા…જુઓ વાયરલ વિડિયો

Published on: 1:24 pm, Sun, 12 March 23

મિત્રો તમે બધા ગુજરાતના ડાયરા સમ્રાટ તરીકે ઓળખાતા કિર્તીદાન ગઢવીને તો જરૂર ઓળખતા હશો. કિર્તીદાન ગઢવીની વાત કરીએ તો તેમના ચાહકો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં છે અને તેમનો ડાયરો હોય એટલે લાખોની સંખ્યામાં લોકો દૂરથી તેમને સાંભળવા માટે આવતા હોય છે. કિર્તીદાન ગઢવી ડાયરામાં ચાહકોને એવી મોજ કરાવે છે કે લોકો ડાયરામાં મન મૂકીને પૈસા ઉડાડતા હોય છે.

તમે સોશિયલ મીડિયા પર કિર્તીદાન ગઢવી ઉપર રૂપિયા અને ડોલર ઉડતા હોય તેવા ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ત્યારે કિર્તીદાન ગઢવીનો હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો કિર્તીદાન ગઢવીના ડાયરાનો છે અને આ ડાયરો વલસાડમાં યોજવામાં આવ્યો હતો. અહીં કિર્તીદાન ગઢવીના મધુર અવાજને સાંભળીને લોકોને એવી મોજ પડી ગઈ કે ઢગલા મોઢે રૂપિયા ઉડાડ્યા હતા.

આ ડાયરામાં સેકડો લોકો કિર્તીદાન ગઢવીને સાંભળવા માટે આવ્યા હતા અને ડાયરામાં જાણે રૂપિયાનો વરસાદ થયો હોય તેમ રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા. કેટલા રૂપિયા ઉડાડયા કે ચારેય બાજુ નોટોના ઢગલા થઈ ગયા હતા. વલસાડમાં જુજવા ગામે કિર્તીદાન ગઢવીના લોક ડાયરોનું આયોજન હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે અગ્નિવીર ગૌ સેવા દળ દ્વારા રખડતા, અબોલા અને બીમાર પશુઓ માટે ગૌશાળાના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં મુખ્ય કલાકાર તરીકે કિર્તીદાન ગઢવીને બોલાવવામાં આવ્યા હતા. કિર્તીદાન ગઢવીએ ડાયરામાં સારી એવી રમઝટ બોલાવી દીધી હતી.

કિર્તીદાન ગઢવી નો ડાયરો જામ્યો અને લોકોએ મોટી સંખ્યામાં રૂપિયાનું દાન કર્યું હતું અને થેલા ભરીને રૂપિયા ઉડાડ્યા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ટેજની આજુબાજુ મોટી સંખ્યામાં એકત્રિત થયેલા કિર્તીદાન ગઢવીના ચાહકોએ થેલા ભરી ભરીને રૂપિયા ઉડાડ્યા હતા.

જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઇ રહેલો વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો સોશિયલ મીડિયા પર વીડિયો એકબીજાને શેર કરી રહ્યા છે. મિત્રો આ પહેલા પણ તમે કિર્તીદાન ગઢવીના ડાયરાના ઘણા અવારનવાર વિડીયો સોશિયલ મીડિયા પર જોયા હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વલસાડમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો… લોકોને એટલી મોજ પડી કે થેલા ભરીને રૂપિયા ઉડાડ્યા…જુઓ વાયરલ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*