ઉતાવળ કરવી ભારે પડી ગઈ…! પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે પુલ પાર કરી રહેલા બાઇક ચાલક સાથે બન્યું એવું કે – વીડિયો જોઈને હચમચી જશો…

Published on: 3:02 pm, Sat, 16 July 22

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં સારો વરસાદી મહલ જામ્યો છે. અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિઓ સર્જાય છે. અતિભારે વરસાદ પડવાના કારણે નદીનાળાઓમાં પાણીની નવી આવક થઈ છે. ત્યારે તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં પાણીના પ્રવાહમાં કેટલાક બાઇક ચાલકો અથવા તો કાર ચાલકો તણાઈ ગયા હશે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક બાઈક ચાલક પાણીના જોરદાર પ્રવાહો વચ્ચે પુલ બહાર કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તે પુલ પર ફસાઈ જાય છે અને પાણીના જોરદાર પ્રવાહમાં જણાવવા લાગે છે.

મળતી માહિતી અનુસાર છીંદવાડાના અમરવાડા બ્લોકના ખમીહીરા ગામની વચ્ચેના પુલ ઉપરથી જોરદાર પ્રવાહમાં પાણી જઈ રહ્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિ બાઈક લઈને પુલ પસાર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે તે વ્યક્તિ બાઈક સાથે પાણીમાં તણાવવા લાગે છે.

આ દરમિયાન વ્યક્તિ પુલના એક થાંભલાને પકડી લે છે. ત્યારે ત્યાં આજુબાજુ અન્ય કેટલા લોકો હાજર હતા. આ દ્રશ્યો જોઈને તેઓ તે વ્યક્તિને બચાવવાનો પ્રયાસ શરૂ કરી દે છે. ત્યારબાદ ગામના લોકોએ દોરડાની મદદથી તે યુવકને બચાવી લીધો હતો અને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

ત્યારે કિનારે ઉભેલા કેટલાક લોકોએ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અચાનક પાણીનો પ્રવાહ વધી જવાના કારણે આ ઘટના બની હતી. દરરોજ આવી અનેક ઘટનાઓ બને છે.

અને આવી ઘટનામાં ઘણી વખત કેટલા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. તેજ માટે મિત્રો કોઈ પણ દિવસ આ રીતની ઉતાવળ કરવી ન જોઈએ. કારણ કે આપણે એક નાનકડી એવી ઉતાવળ આપણો જીવ જોખમમાં નાખી શકે છે. આ ઘટના બની તે પહેલા પણ ટ્રેક્ટર, કાર અને બાઈક તણાઈ જવાના અનેક વિડીયો વાયરલ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઉતાવળ કરવી ભારે પડી ગઈ…! પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે પુલ પાર કરી રહેલા બાઇક ચાલક સાથે બન્યું એવું કે – વીડિયો જોઈને હચમચી જશો…"

Leave a comment

Your email address will not be published.


*