ઈશુદાન ગઢવીએ ભાજપના નેતા પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપના નેતાઓ ચૂંટણી ફંડના નામે કરોડો રૂપિયા ભેગા કરી રહ્યા છે…

Published on: 9:14 pm, Mon, 11 July 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા કહ્યું કે, સમાચારના માધ્યમથી એવું જાણવા મળી રહ્યું છે કે ગોવામાં સરકારને હજુ 4 મહિના નથી થયા અને ગોવામાં ભાજપ એ ફરીથી કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી લીધા છે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, ગોવાની જનતાએ કોંગ્રેસને મત આપ્યા હતા, ભાજપ વિરુદ્ધ મત આપ્યા હતા. ઉપરાંત ગોવાની જનતાએ ભાજપને પણ મત આપ્યા હતા. પરંતુ હવે ગોવાની જનતા ખૂબ જ દુઃખી થતી હશે કે આમ આદમી પાર્ટીની સરકાર નથી બની અને કોંગ્રેસના ધારાસભ્ય વેચાઈ ગયા છે.

ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, એવું જ સાંભળવા મળી રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા જનતાના ટેક્સ અને કુંભણ થી ભેગા થયેલા કરોડો રૂપિયાથી ધારાસભ્યોને ખરીદવામાં આવે છે. જેના કારણે કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં ગયા છે. વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, અમે ગોવાના ઉદાહરણ પરથી ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસને મત આપો એટલે કે ભાજપને મત આપવો. જો જનતા ઇચ્છતી હોય કે ભાજપને સત્તામાં ના આવે એટલે કોંગ્રેસને મત આપી દઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદો લેવામાં આવશે અને જનતાનો મત નિષ્ફળ થઈ જશે. એટલા માટે કોંગ્રેસને મત ન આપવો જોઈએ.

ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષથી ૫૮ જેટલા મોટા મોટા કોંગ્રેસના નેતાઓ ભાજપના ખેમામાં જઈને બેઠા છે. ભાજપ હંમેશા કેવું કહે છે કે, આવશે તો ભાજપ જ. એ એટલા માટે એવું કહે છે કે કેમ કે ભાજપના દલાલોને ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપેલી છે. ગરીબ જનતા પર ટેક્સનો ભાર નાખીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને આ પૈસાથી ધારાસભ્યોને ખરીદવામાં આવે છે. ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, જો ગુજરાત રાજ્યમાં ભાજપનો નિકાલ કરવો હોય તો એ ફક્ત એક જ પાર્ટી કરી શકે છે જે છે આમ આદમી પાર્ટી.

ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે અત્યારે હાલમાં ભાજપના નેતાઓ ચૂંટણી ફંડના નામે કરોડો રૂપિયા ભેગા રહ્યા છે, કે જ્યાં પણ કોઈ તાલુકામાં કે જિલ્લામાં ભાજપ વિરોધમાં લાગે ત્યાં દલાલો કરીને અપક્ષ નેતાઓ ઊભા કરી શકે. તેથી ગુજરાત રાજ્યની જનતાને કોંગ્રેસ પાર્ટી પર જરાક પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં, ભાજપ પર પણ વિશ્વાસ ન કરવો જોઈએ, આ ઉપરાંત અપક્ષ પર પણ વિશ્વાસ ન કરવો જોઈએ, આ બધી સમસ્યાનો એક જ ઉકેલ છે જે આમ આદમી પાર્ટી છે.

ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે છેલ્લા 27 વર્ષથી ભાજપે ગુજરાતની જનતાને વાયદાઓ સિવાય બીજું કંઈ આપ્યું નથી. તેનું ઉદાહરણ વરસાદમાં થયેલી અમદાવાદની હાલત છે. વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, અમદાવાદમાં દર વર્ષે AMC હજારો કરોડો રૂપિયાના બજેટ ફાળવે છે. તેમ છતાં પણ વરસાદમાં અમદાવાદ ખાડા નથી એમ બની જાય છે? કેમ અમદાવાદના રસ્તાઓ તૂટી ગયા છે? કેમ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે? કેમ અમદાવાદમાં ગંદકી છે? કેમ અમદાવાદમાં ગટર વ્યવસ્થા સુધારી નથી? આ બધાનું કારણ ભાજપનો ભ્રષ્ટાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઈશુદાન ગઢવીએ ભાજપના નેતા પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપના નેતાઓ ચૂંટણી ફંડના નામે કરોડો રૂપિયા ભેગા કરી રહ્યા છે…"

Leave a comment

Your email address will not be published.


*