પાણી પીવા જતી 7 વર્ષની માસુમ બાળકીને ઝડપી કાર ચાલકે ઉડાડી… બાળકીનું રીબાઈ રીબાઈને મોત…

Published on: 6:39 pm, Sat, 4 November 23

હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કાર ચાલકે 7 વર્ષની માસુમ બાળકીને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં માસુમ બાળકીનું મોત થયું છે. દીકરીના મોતના સમાચાર મળતા જ તેના હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટના માસુમ બાળકીની દાદાની નજર સામે બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ દાદા પોતાની પૌત્રીને લઈને હોસ્પિટલ પહોચીયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના અલવરમાંથી સામે આવી રહી છે.

મૃત્યુ પામેલી સાત વર્ષની બાળકીનું નામ નીરુ હતું. મળતી માહિતી અનુસાર બાળકી બપોરે શાળામાં જમ્યા બાદ હેન્ડપંપમાં પાણી પીવા માટે ગઈ હતી. આ દરમિયાન એક ઝડપી કાર ચાલકે બાળકીને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ શાળાના પ્રિન્સિપલ બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાણી પીવા જતી 7 વર્ષની માસુમ બાળકીને ઝડપી કાર ચાલકે ઉડાડી… બાળકીનું રીબાઈ રીબાઈને મોત…"

Leave a comment

Your email address will not be published.


*