કાર ચાલકે રસ્તા પર 5 વર્ષની માસુમ બાળકીને કચડી નાખી, બાળકીનું ઘટના સ્થળે મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુનો વિડિયો…

Published on: 11:37 am, Sun, 9 October 22

મિત્રો તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કાર ચાલકની બેદરકારીના કારણે 5 વર્ષની માસુમ દિકરીએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

આ ઘટના પંજાબના મોગા શહેરમાં પટ્ટી વાલી ગલી પાસે બની હતી. અહીં એક 5 વર્ષની બાળકીને એક કાર ચાલકે કચડી નાખી હતી. આ કારણસર બાળકીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. એક મહિલા પોતાની ભત્રીજી સાથે બજારમાં સામાન ખરીદવા માટે આવી હતી.

મહિલા બજારમાં સામાન ખરીદવામાં વ્યસ્ત હતી, આ દરમિયાન માસુમ બાળકી દોડતી દોડતી રોડ ઉપર ચાલી જાય છે અને આ અકસ્માતની ઘટના બને છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ બાળકીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.

મૃત્યુ પામેલી 5 વર્ષની માસુમ બાળકીનું નામ અંજલી હતું. અંજલી તેની બુઆ પૂજા સાથે બજારમાં ગઈ હતી. બજારમાં પૂજા ખરીદી કરવામાં વ્યસ્ત હતી. આ દરમિયાન ત્યાં ગલીમાં એક કાર ચાલક વળાંક વાળી રહ્યો હતો. ત્યારે અંજલી રસ્તા ઉપર ધીમે ધીમે ચાલતી હોય છે. આ દરમિયાન કારચાલક આગળ જોયા વગર અંજલીની ઉપર કાર ચડાવી દે છે.

આ ઘટનામાં કારનું આગળનું ટાયર અંજલિના શરીર ઉપરથી પસાર થઈ ગયું હતું. આ ઘટના બનતા જ અંજલિની બુઆ તાત્કાલિક ત્યાં દોડી આવે છે અને કારની નીચેથી અંજલિને બહાર કાઢી લે છે. ત્યારબાદ કારચાલક તાત્કાલિક અંજલિને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે અંજલીને મૃત જાહેર કરી હતી.

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દીકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેના મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, કેવી રીતે એક કાર ચાલક આગળ જોયા વગર એક માસુમ બાળકી ઉપર કાર ચડાવી દે છે. આ ઘટનામાં માસુમ બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કાર ચાલકે રસ્તા પર 5 વર્ષની માસુમ બાળકીને કચડી નાખી, બાળકીનું ઘટના સ્થળે મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુનો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*