નશાની હાલતમાં એક યુવતીએ સિક્યુરિટી ગાર્ડનો કોલર પકડ્યો, પછી સિક્યુરિટી ગાર્ડ સાથે કર્યું એવું કે…જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો

Published on: 12:12 pm, Sun, 9 October 22

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડિયો વાયરલ થતા હોય છે. તમે સોશિયલ મીડિયામાં ઘણી વખત નશાની હાલતમાં કેટલાક લોકો રસ્તાની વચ્ચોવચ હોબાળો મચાવતા હોય તેવા વીડિયો જોયા હશે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં નશાની હાલતમાં એક યુવતી સિક્યુરિટી ગાર્ડ સાથે મનફાવે તેવું વર્તન કરી રહે છે. આ વિડીયો ઉત્તરપ્રદેશના નોઈડા માંથી સામે આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારના રોજ રાત્રે સેક્ટર 121ની અજનારા હોમ્સ હાઉસિંગ સોસાયટીની છે. અહીં એક યુવતીએ નસાની હાલતમાં સિક્યુરિટી ગાર્ડસની સાથે ખૂબ જ ગેરવર્તન કર્યું હતું.

આ ઘટના બની ત્યારે ત્યાં પોલીસ પણ હાજર હતી. પરંતુ સિક્યુરિટી ગાર્ડને બચાવવાની જગ્યાએ પોલીસ તમાશો જોતી હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે શાંતિની ભંગી ની કલમ હેઠળ બે યુવતીઓ સામે ગુનો નોંધ્યો છે. જાણવા મળી રહ્યું છે કે એક યુવતી કાર દ્વારા સોસાયટીમાં પહોંચી હતી.

કાર પર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવ્યું ન હતું જેના કારણે સિક્યુરિટી ગાળે ગેટ ખોલ્યો ન હતો. જેને લઈને યુવતી ખૂબ જ ગુસ્સામાં આવી ગઈ અને તેને ભારે હોબાળો મચાવ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ત્રણ યુવતીઓ નશાની હાલતમાં છે. જેમાંથી એક યુવતીએ સિક્યુરિટી ગાર્ડનો કોલર પકડ્યો છે અને તેની ટોપી ફેકી દે છે.

આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપતો નથી અને તે શાંતિથી ત્યાં ઉભો રહે છે. ઓબાળો મચાવનાર યુવતી સરખી રીતે બોલી પણ નથી શકતી અને સરખી રીતે ઉભી પણ રહી શકતી નથી. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતી ખૂબ જ નશામાં છે. આસપાસ ઉભેલા લોકો યુવતી ને કંટ્રોલ કરવાનું કહે છે પરંતુ તે કોઈની વાત માનતી નથી.

હોબાળો બચાવનાર યુવતીના મિત્રો આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી રહ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે નશાની હાલતમાં સિક્યુરિટી ગાર્ડનો કોલર પકડનારી યુવતીનું નામ અંજલી છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નશાની હાલતમાં એક યુવતીએ સિક્યુરિટી ગાર્ડનો કોલર પકડ્યો, પછી સિક્યુરિટી ગાર્ડ સાથે કર્યું એવું કે…જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*