ગુજરાતમાં ફરી એક વખત મોંઘવારીની મહામારી, ફ્યુઅલ સરચાર્જમાં થયો આટલા રૂપિયાનો વધારો…

Published on: 10:58 am, Fri, 30 July 21

કોરોનાની મહામારી વચ્ચે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ફરી એક વખત વીજળી ના ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવે રાજ્યમાં ગમે તેમ વીજળી વપરાશ કરતાં લોકો ચેતી જશો કારણકે હવે વીજળી કંપની નજર તમારી કમાણી પર છે.

જો તમે જરૂરિયાત કરતાં વધુ વીજળી નો ઉપયોગ કરશો તો હવે તમને પડી શકે છે મોંઘુ. તો તમે બિનજરૂરી પંખા, લાઈટ, એસી નો ઉપયોગ કરશો તો આટલા રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત વીજળીનો બે ધામ ઉપયોગ કરતાં લોકોને હવે બિલ ચૂકવવું મોંઘું પડી શકે છે.

રાજ્યમાં એક તરફ જીવન જરૂરિયાતની વસ્તુઓ, પેટ્રોલ-ડીઝલના ભાવ, એલપીજી ગેસના ભાવ વગેરે માં વધારો થઇ રહ્યો છે ત્યારે હવે વીજળીના ગ્રાહકોને આ વીજળી બિલમાં પણ વધારો થઇ શકે છે. જેના કારણે ગુજરાત રાજ્યની 1.40 કરોડ કેટલા ગ્રાહકોને ભાવવધારાનો અસર પડી શકે છે.

મળતી માહિતી મુજબ રાજ્યમાં હાલમાં વીજ ગ્રાહકો પર મહિને 88 કરોડ રૂપિયાનો બોજ છે. મળતી માહિતી મુજબ યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જમાં 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તેના કારણે હવે વીજળી બિલ મોંઘું થઈ શકે છે.

પહેલા યુનિટી દીઠ ફ્યુઅલ સરચાર્જ 1.80 રૂપિયા હતો હવે તેમાં વધારો થઈને 1.90 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જેની સીધી અસર વીજળી ગ્રાહકના ખીસ્સા પર પડી શકે છે.

તમને પણ ખબર હશે કે રાજ્યમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ, CNG ગેસના ભાવ, PNG ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો. આ ઉપરાંત રાંધણ ગેસ અને ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને સપાટીએ પહોંચતા શાકભાજીના ટ્રાન્સપોર્ટેશન માં ખર્ચો વધી ગયો છે.

તેના કારણે શાકભાજીના ભાવ પણ વધ્યા છે. ત્યારે હવે બીજી તરફ વીજળી બિલમાં પણ વધારો થશે. ભાવ વધારા વચ્ચે રાજ્યની જનતાને કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારીની મહામારી પણ ભોગવવી પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં ફરી એક વખત મોંઘવારીની મહામારી, ફ્યુઅલ સરચાર્જમાં થયો આટલા રૂપિયાનો વધારો…"

Leave a comment

Your email address will not be published.


*