વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ ગુજરાતમાં કરવા જઈ રહ્યું છે મોટું કામ, કોંગ્રેસનું વધ્યું…

Published on: 11:29 am, Fri, 30 July 21

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે રાજ્યમાં ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી સામે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ ઊભી રહેશે.

જ્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે આગામી સમયમાં હવે ગુજરાતનું રાજકારણ તેજ બનશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.

મળતી માહિતી મુજબ આગામી 15 ઓગસ્ટ બાદ ગુજરાતમાં પાંચ ભાજપના કેન્દ્રીય મંત્રીઓ આવશે. આ ઉપરાંત આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરે જન સંપર્ક વધારવાની યોજનાઓ કરવામાં આવી રહી છે.

આ યોજનાના કારણે ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પોતાનો ગઢ જમવામાં સારી એવી મદદ મળી શકે છે. આ યોજના હેઠળ ગુજરાતના કેન્દ્રીય મંત્રી ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રીય મંત્રી જ્યારે ગુજરાત આવશે ત્યારે વિવિધ જિલ્લાઓમાં યાત્રા હોય છે અને તે દરમિયાન લોકો સાથે સંપર્ક વધારવાનું કામ કરશે.

જેનાથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સારી એવી મદદ મળશે. મળતી માહિતી મુજબ કેન્દ્રનું વિસ્તરણમાં થતાં ગુજરાતના પાંચ સાંસદોને આગેવાની નું સ્થાન મળ્યું છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો ગઢ જવામાટે ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં રેલીઓ અને યાત્રાઓ યોજી શકે છે.

આ ઉપરાંત રાજ્યમાં જન સંપર્ક પણ વધારી શકે છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ 16 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ આશીર્વાદ યાત્રા માં જોડાશે

આ ઉપરાંત મળતી માહિતી મુજબ મધ્યગુજરાતના ૬ જિલ્લાઓમાં દેવુસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં મનસુખ માંડવિયા આ ઉપરાંત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં ડોક્ટર મહેન્દ્ર મંજુપરા, ઉત્તર ગુજરાતના આઠ જિલ્લાઓમાં પુરષોત્તમ રૂપાલા જન આશીર્વાદ યાત્રામાં સામેલ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!