મર્સિડિઝ કાર લઈને પોતાના મમ્મી પાસે જઈ રહેલા ભારતીય ક્રિકેટર રિષભ પંતનું રસ્તામાં ભયાનક એકસીડન્ટ…જુઓ અકસ્માતના લાઈવ CCTV ફૂટેજ..

Published on: 12:46 pm, Fri, 30 December 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે આજરોજ સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. રિષભ પંથનો અકસ્માત થતા જ સમગ્ર ક્રિકેટ જગતમાં ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર રિષભ પંત સાથે બનેલી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે, રિષભ પંતની મર્સિડિઝ કાર ઝડપે આવતી જોવા મળી રહે છે. આ દરમિયાન અચાનક જ કાર બેકાબુ બનીને રેલિંગ સાથે અથડાય છે.

અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે કાર અનેક વખત પલટી ખાઈ ગઈ હતી અને માત્ર સેકન્ડમાં જ કારમાં આગ લાગી ગઈ હતી. કારમાં આગ લાગ્યા બાદ રિષભ પંત યોગ્ય સમયે કારની બારી તોડીને બહાર નીકળી ગયા હતા. આ કારણસર તેમનો જીવ બચી ગયો હતો. જો રિષભ પંતને જરાક પણ મોડું થયું હોત તો આજે તેમનો જીવ ચાલ્યો ગયો હોત.

સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ રિષભ પંતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમના માથાના ભાગે અને પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. ડોક્ટરના કહેવા અનુસાર હાલમાં તેમની હાલત સ્થિર છે. પરંતુ ગંભીર ઈજા પહોંચી હોવાના કારણે પ્લાસ્ટિક સર્જરી કરાવી પડે તેવી શક્યતાઓ છે.

રિષભ પંત પોતાની કાર લઈને ઉત્તરાખંડ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. ઉતરાખંડના DG અશોક કુમારના જણાવ્યા અનુસાર, રિષભ પંત ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી ગયા હતા જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે રિષભ પંત કારમાં એકલા હતા.

રિષભ પંત પોતાની કાર લઈને પોતાની માતા પાસે જઈ રહ્યા હતા અને તેઓ પોતાની માતાને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. પરંતુ તે પહેલા રસ્તામાં તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો. હાલમાં આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સૌપ્રથમ એવા સમાચાર આવ્યા હતા કે રિષભ પંતની BMW કારનો અકસ્માત થયો છે. પરંતુ સૂત્ર અનુસાર મળતી માહિતી અનુસાર BMW કાર નહીં પરંતુ મર્સિડિઝ કારનો અકસ્માત થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મર્સિડિઝ કાર લઈને પોતાના મમ્મી પાસે જઈ રહેલા ભારતીય ક્રિકેટર રિષભ પંતનું રસ્તામાં ભયાનક એકસીડન્ટ…જુઓ અકસ્માતના લાઈવ CCTV ફૂટેજ.."

Leave a comment

Your email address will not be published.


*