જંગલમાં ઝાડ પર 20 વર્ષના યુવકનું માથું લટકેલી હાલતમાં મળી આવ્યું, બાકીના મૃતદેહની એવી હાલત થઈ હતી કે…જોઈને પોલીસ પણ હચમચી ગઈ…

Published on: 12:11 pm, Fri, 30 December 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જંગલમાંથી એક યુવકનું મૃતદે મળી આવ્યું છે. યુવકનું મૃતદે કાંઈક એવી હાલતમાં મળ્યું કે પોલીસ પણ જોઈને ચોકી ઉઠી હતી. કારણકે યુવકનું માથું ઝાડ પર લટકેલું જોવા મળ્યું હતું અને તેના ધડ સહિતનો ભાગ ત્યાં નીચે જમીન પર પડેલો જોવા મળ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસને શંકા છે કે લાંબા સમય સુધી યુવકનો મૃતદેહ ઝાડ પર લટકી રહ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસની શંકાના આધારે મૃતદેહ સડી ગયું હોવાના કારણે માથું ધડથી અલગ થઈ ગયું હશે. યુવકનું મૃતદેહ છત્તીસગઢના બિલાસપુરના જંગલમાંથી મળી આવ્યું છે. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે યુવકનું મૃતદેહ સડી ગયું હતું અને મૃતદેહની અંદર જીવડા પણ પડી ગયા હતા. મૃતદેહ જોઈને પોલીસને શંકા છે કે યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું હશે. યુવકનું મૃત્યુ થઈ ગયું તેના ઘણા દિવસો થઈ ગયા હોવાના કારણે મૃતદેહ સડી ગયું હતું અને જેના કારણે માથું ધડથી અલગ પણ થઈ ગયું હતું.

પોલીસને યુવકનું માથું ઝાડ પર લટકતી હાલતમાં અને તેનું ધડ નીચે જમીન પરથી મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા યુવકનું નામ રંજીત ચૌધરી હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી. રંજીત ચૌધરી મધ્યપ્રદેશના જબલપુરના પનાગર ફૂટાતાલનો રહેવાસી હતો.

પોલીસને એક આઈડી કાર્ડ મળી આવ્યું હતું. તેના પરથી મૃત્યુ પામેલા યુવકની ઓળખ થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પરિવારજનોને આ ઘટનાની જાણકારી આપી દીધી છે. રંજીતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું છે.

એક મહિના પહેલા કામ કરવા જઉં છું તેમ કહીને રંજીત ઘરેથી નીકળી ગયો હતો. ત્યાર પછી તે પરિવારના સંપર્કમાં આવ્યો ન હતો. રંજીત સાથે શું થયું અને તેને કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જંગલમાં ઝાડ પર 20 વર્ષના યુવકનું માથું લટકેલી હાલતમાં મળી આવ્યું, બાકીના મૃતદેહની એવી હાલત થઈ હતી કે…જોઈને પોલીસ પણ હચમચી ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*