વેરાવળમાં ચાઇનીઝની લારી ચલાવતા એક યુવાનનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવ્યો – જાણો શું છે સમગ્ર મામલો…

Published on: 11:03 am, Tue, 23 November 21

વેરાવળની જીવ લઈ લેવાની એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વેરાવળમાં સમી સાંજે ખારવાવાડ વિસ્તારમાં ચાઇનીઝની લારી ચલાવતા યુવાનનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર સામાન્ય બોલાચાલીમાં એક અજાણ્યા વ્યક્તિએ ધારદાર વસ્તુ વડે ચાઇનીઝની લારી ચલાવતા યુવાનો જીવ લઇ લીધો હતો.

ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં તો આરોપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ મૃત યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

આ ઘટના બનતા જ મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર જિલ્લા મથક વેરાવળ શહેરમાં સમી સાંજે આ ઘટના બની હતી. પોલીસનું કહેવું છે કે આ ઘટના લગભગ આઠ વાગ્યાની આસપાસ બની હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 25 વર્ષીય જતીન વિઠ્ઠલભાઈ બાંડિયા ગામના યુવાનનો જીવ લઈ લેવામાં આવ્યો છે. સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે તે સામાન્ય બોલાચાલીમાં એક અજાણ્યા યુવકે જતીન ના છાતી અને પેટના ભાગે ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા અને ત્યારબાદ તે ત્યાંથી ભાગી ગયો હતો.

આ ઘટના બનતા જ પહોંચી આવ્યા હતા અને જતીનને ખાનગી હોસ્પિટલ લઈ જવા માટે દોડ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું ત્યારબાદ જ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

આ ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે પોલીસે પોતાની જુદી જુદી ટીમો આરોપીની શોધખોળ માટે કામે લગાડી દીધી છે. મૃત્યુ પામેલા જતીનને બે માસૂમ બાળકો છે. બંને બાળકોએ પોતાની પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!