ખેડૂતો માટે માઠા સમાચાર,રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી

Published on: 11:32 am, Tue, 23 November 21

રાજ્યના ખેડૂતો માટે ફરી માવઠા ના માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર

સુરત,તાપી, ડાંગ અને વલસાડ ઉપરાંત નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે.આ તરફ સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર

આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અન્ય વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેવાની સાથે હવામાં ભેજ હોવાથી લઘુતમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો ઘટાડો ન થવાથી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.બે દિવસ બાદ રાજ્યમાં નોંધનીય ઠંડી અનુભવાઈ અને લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે માઠા સમાચાર,રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી"

Leave a comment

Your email address will not be published.


*