વડોદરામાં ચિઠ્ઠી લખીને શિક્ષકનો આખો પરિવાર ગુમ, ચિઠ્ઠીમાં લખ્યું હતું કે “અમારા મોત પાછળ ચાર લોકો જવાબદાર છે, તેઓને…

Published on: 5:46 pm, Tue, 27 September 22

વડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલા કપુરાઈ ચાર રસ્તા પાસે કાન્હા આઇકોનમાં એક શિક્ષક નો આખો પરિવાર રહસ્યમય રીતે ગુમ થઈ ગયો છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આજરોજ પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને ગુમ થનાર શિક્ષકના ભાઈને સાથે રાખીને મકાન ખોલ્યું હતું. પોલીસને મકાનની અંદરથી તપાસ દરમિયાન એક 10 પાનાની અને બીજી 3 પાનાની એમ બે ચિઠ્ઠી મળી આવી હતી.

એક ચિઠ્ઠીમાં શિક્ષકે લખ્યું હતું કે, “અમારા મોત માટે નીરવ ભુવા, રાહુલ ભુવા, બીટુભાઈ અને અલ્પેશ મેવાડા જવાબદાર છે”. આ ઉપરાંત ચિઠ્ઠીમાં અન્ય ઘણી બધી ચોકાવનારી વાતો લખી હતી. તેઓ પોલીસનું કહેવું છે. આ ઉપરાંત પોલીસને મકાનમાંથી શિક્ષકના પરિવારના સભ્યોના મોબાઈલ પણ મળી આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં તો શિક્ષકના પરિવારને સહી સલામત રીતે શોધી કાઢવા માટે ચાર ટીમ બનાવીને તપાસ શરૂ કરી દીધી છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, રાહુલભાઈ જોશી નામના શિક્ષક પોતાની પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને દીકરી પરી સાથે રહેતા હતા. તેઓ મૂળ ભાવનગરના દુધાળાના વતની હતા. તેઓએ તેમનો ફ્લેટ મોર્ગેજ મૂકીને 29 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ લોન નીરવના નામે લીધી હતી. હોટલના ધંધા માટે આ લોન લેવામાં આવી હતી પરંતુ ધંધો ન ચાલતા આર્થિકભિસ શરૂ થઈ ગઈ હતી.

નીરવ અને રાહુલ જોશી બંને 50 50 ટકા હપ્તા ભરતા હતા. ગત મંગળવારના રોજ રાહુલના મોટાભાઈ પ્રવીણભાઈ જોશીના ફોન પર સબંધીઓએ કોલ કર્યો હતો કે, રાહુલ નો ફોન લાગતો નથી. જેથી તપાસ કરવા માટે પ્રવીણભાઈ વડોદરા રાહુલના ઘરે પહોંચ્યા હતા ત્યારે રાહુલનું ઘર બંધ હતું. ત્યારબાદ પ્રવીણભાઈ પાણીગેટ પોલીસને રાહુલ જોશીના પરિવાર ગુમ થયો હોવાની અરજી આપી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

રહસ્યમય રીતે ગુમ થયેલા પરિવારનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. ત્યારે આજરોજ પોલીસે રાહુલભાઈના મોટાભાઈ પ્રવીણભાઈને સાથે રાખીને રાહુલભાઈ નું મકાન ખોલ્યું હતું. મકાનની અંદરથી પોલીસને એક દસ પાનાની અને એક ત્રણ પાનાની ચિઠ્ઠી મળી આવી હતી અને આ ઉપરાંત મકાનમાંથી પરિવારના સભ્યોના મોબાઈલ પણ મળી આવ્યા હતા. પોલીસે મકાનમાંથી મળેલી તમામ વસ્તુઓ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રાહુલભાઈ પોતાની સોસાયટીના આઠથી દસ જેટલા લોકો સાથે નાણાકીય વ્યવહાર કર્યો હતો. આ ઉપરાંત બહારના ચાર જેટલા વ્યક્તિઓ પાસેથી પણ નાણાકીય વ્યવહાર કર્યો હતો. ઘરે ઉઘરાણીએ આવતા લોકોથી બચવા માટે રાહુલભાઈ મોડી રાત્રે ઘરે આવતા અને સવારે વહેલા ઘરેથી નીકળી જતા હતા. રાહુલભાઈ નો પરિવાર ક્યાં છે અને કઈ હાલતમાં છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં ચિઠ્ઠી લખીને શિક્ષકનો આખો પરિવાર ગુમ, ચિઠ્ઠીમાં લખ્યું હતું કે “અમારા મોત પાછળ ચાર લોકો જવાબદાર છે, તેઓને…"

Leave a comment

Your email address will not be published.


*