વડોદરામાં ટેન્કર અને ટ્રક સામસામે ટકરાતા લાગી ભયંકર આગ, 3 લોકો જીવતા સળગી ગયા… રોડ મોતની ચિંચીયારીઓથી ગુંજી ઉઠ્યો…

વડોદરા(Vadodara)ના પાદરા-જંબુસર રોડ(Padra-Jambusar Road) ઉપર બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. પાદરા-જંબુસર રોડ ઉપર આવેલી આભરો ચોકડી ઉપર ટેન્કર અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટના સ્થળે આગ લાગે ઉઠી હતી.

આ ઘટનામાં એક ટ્રક ડ્રાઇવર અને બે ક્લીનર સહિત ત્રણ લોકો આગમાં જીવતા વળી ગયા હતા. સમગ્ર અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ટ્રક અને ટેન્કરમાં આટલી ભયંકર આગ લાગી હતી કે કોઈએ બચાવવાની કામગીરી માટે પણ હિંમત ન કરી.

અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. વિગતવાર વાત કરીએ તો વહેલી સવારે પાદરા થી 25 કિલોમીટર દૂર આવેલા પાદરા જંબુસર રોડ ઉપર આભરા ગામની ચોકડી પાસે પ્રચંડ ધડાકા સાથે ટ્રક અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બંને વચ્ચે ટક્કર થયા બાદ અચાનક જ આગ લાગી ઉઠી હતી.

આ ઘટનામાં ટ્રક અને ટેન્કરના કેબિનમાં ભયંકર આગ લાગી હતી. જેના કારણે ક્લીનરો અને ટ્રક ચાલકો પોતાનો જીવ બચાવી શક્યા નહીં અને આગની જ પેટમાં આવી ગયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના બનતા જંબુસર થી પાદરા તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.

પરિણામે હાઇવે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આગ અને બુજાવ્યા બાદ મૃત્યુ પામેલા ત્રણેય લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

ત્યાર પછી ત્રણેયના મૃત દેહને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને વડુ પોલીસ અકસ્માત નો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા ત્રણેય લોકોની હજુ સુધી કોઈ પણ પ્રકારની ઓળખ થઈ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*