માત્ર 250 રૂપિયા માટે મિત્રએ જ મિત્રનો જીવ લઈ લીધો, ઇંટ મારી મારીને માથું ચુંદી નાખ્યું… જુઓ મૃત્યુ પહેલાના CCTV ફૂટેજ…

Published on: 12:06 pm, Sun, 4 June 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મિત્રએ પોતાના જ મિત્રોનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર બંને મિત્રો વચ્ચે માત્ર 250 રૂપિયાને લઈને ઝઘડો થઈ ગયો હતો. આજે લેવાની ઘટના બની તે પહેલાં એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ હચમચાવી દેનારી ઘટના હરિયાણા(Haryana) માંથી સામે આવી રહી છે.

હરિયાણાના હિસારના મૈયાદમાં પૂર્વ સરપંચના દિકરા વિકાસનો જીવ લઈ લેવામાં આવ્યો છે. 29 વર્ષનો વિકાસ તેના મિત્ર સંદીપ સાથે રાત્રે દારૂ પીતો હતો. બંને દારૂ પીતા હતા ત્યારે 250 રૂપિયાને લઈને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો આટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા સંદીપએ નશાની હાલતમાં ઇંટ લઈને વિકાસના માથા ઉપર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો.

सिर पर ईंटें मार किया मर्डर; हत्या से पहले का वीडियो सामने आया, नशे में लड़खड़ाते दिखे मृतक-हत्यारा | Hisar Murder Former sarpanch Son Vikas Mayyad - Dainik Bhaskar

ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, સંદીપ અને વિકાસ બંને નશાની હાલતમાં ગલીમાં લથડીયા ખાઈ રહ્યા છે. ઘડીક વાર બંને ગલીમાં આડા પડે છે તો ઘડીક વાર બંને બેસી જાય છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વિકાસના પિતાએ જણાવ્યું કે, તેમને બે મોટી દીકરીઓ છે અને વિકાસ સૌથી નાનો છોકરો છે. વિકાસના લગ્ન થઈ ગયા હતા તેને સંતાનમાં બે દીકરીઓ અને એક પુત્ર છે. વિકાસના મૃત્યુના કારણે 3 બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે.

વિકાસ ના પિતાએ વધુમાં જણાવ્યું કે, તેમનો પુત્ર વિકાસ ગઈકાલે બપોરે 2:00 વાગે કોઈ કામથી બહાર જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો. 2.30 વાગ્યાની આસપાસ વિકાસ એ તેની બહેન મંજુને ફોન કરીને જણાવ્યું હતું કે તેનો સંદીપ સાથે ઝઘડો થઈ ગયો છે અને તે તેને ન બોલવાના શબ્દો બોલી રહ્યો છે. ફોન ચાલુ હતો ત્યારે સંદીપ વિકાસને કહેતો હતો કે, મને 250 રૂપિયા આપો નહીંતર હું તારો જીવ લઈ લઈશ.

આ વાત સાંભળીને મંજૂરી એવું લાગ્યું કે વિકાસ મજાક કરી રહ્યો છે એટલે તે ફોન મૂકીને સૂઈ જાય છે. ત્યાર પછી આરોપી સંદીપે વિકાસના માથાના ભાગ ઉપર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. સવારે જ્યારે પાંચ વાગ્યાની આસપાસ વિકાસના પિતા ઘરની બહાર આવ્યા ત્યારે શેરીમાં તેમને પોતાના દીકરાનું મૃતદેહ જોયું હતું.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા વિકાસના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. ત્યાર પછી વિકાસના પિતાએ સંદીપ સામે ગુનો નોંધાવ્યો. હાલમાં પોલીસે સંદીપ સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માત્ર 250 રૂપિયા માટે મિત્રએ જ મિત્રનો જીવ લઈ લીધો, ઇંટ મારી મારીને માથું ચુંદી નાખ્યું… જુઓ મૃત્યુ પહેલાના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*