સુરતના આ ગામમાં વાછરડા અને વાછરડીની ધામધૂમથી કરવામાં આવ્યા લગ્ન, ગામના લોકો જાનૈયાની જેમ નાચતા નાચતા…

Published on: 5:22 pm, Tue, 18 January 22

સુરતમાં કામરેજના લાડવી ગામે લગ્નનો એક અનોખો પ્રસંગ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગમાં એક વાછરડા અને વાછરડીના ગામના લોકો દ્વારા ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા છે. જેમાં શંખેશ્વર નામના એક વર્ષના વાછરડાના લગ્ન ચંદ્રમોલી ગામની વાછરડી સાથે કરવામાં આવ્યા છે.

લગ્નની તમામ વિધીઓ સાથે વાછરડા અને વાછરડીના લગ્ન કરવામાં આવ્યા છે. જ્યારે સાધુ પીપલાદ ગીરી મહારાજે વાછરડીનું કન્યાદાન કર્યું છે. આ અનોખા પ્રસંગને લઇને પીપલાદ ગીરી મહારાજે જણાવ્યું હતું કે, સંન્યાસીને કન્યાદાનનો લાભ મળે તે માટે આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

લગ્નના આ અનોખા પ્રસંગમાં પીપલાદ ગીરી મહારાજ એ વાછરડી ચંદ્રમોલીના લગ્ન કરાવીને કન્યાદાનનું પુણ્ય મેળવ્યું હતું. મળતી માહિતી અનુસાર ઉતરાયણના શુભ દિવસે કામરેજના લાડલી ગામમાં આ અનોખા લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લગ્નમાં નંદેશ્વર ગૌશાળાના જયંતીભાઈ વાછરડા શંખેશ્વરની જાન લઈને આવે છે. જાણે કોઈ યુવકની જાન નીકળી હોય તે જ રીતે લોકો આ શંખેશ્વર વાછરડાની જાન માં જોડાયા હતા અને નાચતા નાચતા જાન કાઢે હતી.

લગ્નના આ અનોખા પ્રસંગમાં વાછરડાને વરરાજાની જેમ તૈયાર કરવામાં આવે છે અને વાછરડીને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. આ ઉપરાંત આ લગ્ન પ્રસંગમાં વાછરડા અને વાછરડીના લગ્ન લગ્નમંડપમાં વિધિ વિધાનથી 3 ભૂદેવો એ વૈદિક વિધિથી લગ્ન વિધિ કરાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતના આ ગામમાં વાછરડા અને વાછરડીની ધામધૂમથી કરવામાં આવ્યા લગ્ન, ગામના લોકો જાનૈયાની જેમ નાચતા નાચતા…"

Leave a comment

Your email address will not be published.


*