ગુજરાતના આ ગામમાં આજે ગ્રાહકોને ફી માં આપ્યું પેટ્રોલ-ડીઝલ, જાણો આવું શા માટે કર્યું…

Published on: 2:31 pm, Mon, 28 June 21

દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાતમાં વડોદરામાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના કારણે અલગ જ રીતે અનોખો વિરોધ જોવા મળ્યો છે. અહીં વાહનચાલકોને ફ્રીમાં પેટ્રોલ-ડીઝલ આપવામાં આવી રહ્યું છે.

જેના કારણે ગ્રાહકો પેટ્રોલ પુરાવવા માટે લાંબી લાઈન લગાવી દીધી છે. સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના કારણે જનતાના ખીચા ખાલી થઈ રહ્યા છે.

વડોદરામાં ટીમ રિવોલ્યુશન દ્વારા આ વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વિરુદ્ધ પ્રદર્શન કરતા તેમને ગ્રાહકોની ફી પેટ્રોલ આપવાનું નક્કી કર્યું છે.

અને આ વાત ફેલાતા ટૂંક સમયમાં પેટ્રોલ પુરાવા માટે લોકોની લાંબી લાઈન લાગી ગઈ. સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવો ના આ વિરોધને જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના હોદ્દેદારોની વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં દરેક વાહન ચાલકોને 100 રૂપિયાનું એક કુપન આપીને લોકોને પ્રેટોલ ફ્રીમાં આપવામાં આવ્યું હતું. ઉપરાંત દરેક વાહન ચાલકોને “ભારત માતા કી જય” નો નારો બોલવા માટે કહેવામાં આવ્યું. આ રીતનું વિરોધ પ્રદર્શન પહેલી વખત જ થયું હશે.

ગુજરાતમાં અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 95 રૂપિયાને પાર પહોંચી ગયો છે. અને દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરકારી તેલ કંપનીઓ દ્વારા વધારો કરવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!