આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા આજરોજ સોમનાથ ની મુલાકાતે ગયા હતા. ત્યારે સોમનાથમાં આપની જનસંવેદનના યાત્રા પૂર્વે વિરોધ જોવા મળી રહ્યો છે. ગોપાલ ઇટાલીયાના એક વિવાદિત નિવેદનને લઈને તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સુરતના એક કાર્યક્રમનો આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા નો એક જુનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં તેઓ બ્રાહ્મણો અને હિંદુ પરંપરાનું અપમાન કરી રહ્યા હોવા તેવું મનાઈ રહ્યું છે.
વીડિયોમાં કહે છે કે “મારે જે કહેવું છે તે કહીશ તમને ના ગમે તો મને બ્લોક કરી દેજો, કારણકે મને તમારી જરૂર નથી. ઉપરાંત સત્યનારાયણ કથા અને ભાગવત કથા ને લઈને ગોપાલ ઇટાલીયાએ સવાલ ઉઠાવ્યા હતા.
તેઓએ કહ્યું કે લોકો કથા સાંભળવા પાછળ પોતાના પૈસા અને સમય બગાડે છે. આ ઉપરાંત ગોપાલ ઇટાલીયા કર્યું હતું લોકો આ કાર્ય કરી જાણતા નથી કે તેમની શું મળ્યું. અને તેઓ અન્ય નો સમય પણ બગાડે છે.
આવી નકામી ચીજો ઉપર જ આપણે પૈસા ખર્ચીને છીએ. મનુષ્યની જેમ જીવવાનો અધિકાર પણ નથી. ગોપાલ ઇટાલીયા ના નિવેદનના કારણે લોકો ગુસ્સે ભરાયા હતા.
આ ઉપરાંત ગોપાલ ઇટાલીયા કહ્યું કે સત્સંગ અને કથામાં હાજરી આપનાર લોકોને કિન્નનરો સાથે સરખાવવા જોઈએ. ઉપરાંત કહ્યું કે મને આવા લોકોથી શરમ આવે છે.
આ નિવેદનના કારણે બ્રાહ્મ સમાજ અને હિંદુ સમાજમાં સંગઠનો તેમનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે ગોપાલ સોમનાથ મંદિરના દર્શન કરીને બહાર નીકળ્યા ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો અને તેઓ તાત્કાલિક પોતાની કારમાં બેસીને રવાના થયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!