મિત્રો ભાવનગર જિલ્લામાં મોટાભાગના ખેડૂત મિત્રોએ હાલમાં રવિ પાકમાં ઘઉંનું વાવેતર કર્યું છે અને સૌરાષ્ટ્રની ભાવનગર માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવમાં પણ દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનો ભાવ
હાલમાં 477 રૂપિયાથી 617 રૂપિયા સુધી બોલાવ્યો છે.આપને જણાવી દઈએ કે માર્કેટિંગ યાર્ડના વેપારીએ જણાવ્યું કે હાલ સમગ્ર ગુજરાતમાં ઘઉંની સિઝન ચાલી રહી છે અને મોટાભાગના લોકો હાલના સમયે એપ્રિલ મહિનામાં ઘઉંનો
સંગ્રહ કરવા માટે ખરીદી કરતા હોય છે અને સાથે જ ખેડૂતોને ઘઉં પરિપકવ થતા માર્કેટિંગ યાર્ડ ખાતે લાવી રહ્યા છે અને હાલમાં ઘઉંની માંગ વધારે હોવાના કારણે ખેડૂતોના ભાવમાં સતત વધારો થયો છે.ભાવનગર માર્કેટિંગ યાર્ડના ઘઉંમાં એક મણનો ભાવ
477 રૂપિયાથી 617 રૂપિયા સુધી બોલાવ્યો હતો ને સાથે સાથે પાલીતાણા માર્કેટ યાર્ડમાં 392 થી 586 રૂપિયા સુધી ભાવ બોલાવ્યો હતો. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 495 થી 662 અને બરવાળા માર્કેટિંગ યાર્ડમાં 461 થી 496 ભાવ બોલાયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment