ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ ના એંધાણ, કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભાજપમાં જોડાય તેવી સંભાવના

Published on: 10:57 am, Wed, 17 November 21

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નામને લઈને હજી તો ચર્ચા ચાલી રહી છે ત્યારે નવા નિમાયેલા પ્રભારી રઘુ શર્મા કોંગ્રેસને બેઠી કરવાનું વિચારી રહ્યા છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસે એક સાથે જોડાયા પહેલાં તૂટી જશે.

રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય અમરીશ ડેર વચ્ચે મુલાકાત થતાં કોંગ્રેસ ને ઊંઘ ઊડી છે.રાજ્ય સરકારના મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે મુલાકાત તથા ગુજરાતના રાજકારણમાં

ગરમાવો આવી ગયો છે. મંત્રી મુકેશ પટેલ અને અમરીશ ડેર વચ્ચે અમરેલીના જાફરાબાદમાં અમરીશ ડેરના ફાર્મ હાઉસ પર બેઠક થઇ હતી. પહેલા તો બંને નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક બાદ તેઓ ફાર્મ

હાઉસ પર ખુલ્લામાં બેસી ફોટોસેશન પણ કર્યું હતું. મુલાકાતની વાત વહેતી થતાં જ સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

અમરીશ ડેર ટ્વિટ કરીને કહ્યું કે મારા મિત્રને વિધાનસભાના સાચી અને રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી મુકેશ પટેલ આજે અમારા મહેમાન બન્યા હતા. ટૌકતે વાવાઝોડા બાદ પીજીવીસીએલમાં TC ની અછતના લીધે ખેડૂતોને તકલીફ ભોગવવી પડે છે એ સંદર્ભે રૂબરૂ અધિકારીઓને સુચના આપી અને તાત્કાલિક યોગ્ય કરવા માટે કહ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!