હવે વગર ટેન્શનને ચલાવો તમારું વાહન! વગર કાગળિયે તમારો સ્માર્ટફોન બચાવશે તમને પોલીસના ચલણથી

Published on: 11:02 am, Wed, 17 November 21

વાહન દ્વારા ઓફિસ સ્કૂલ અને અન્ય કોઇ જગ્યાએ જતી વખતે લોકો વાહનના જરૂરી દસ્તાવેજો પોતાની સાથે રાખે છે. જેમકે ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી અને puc મોટાભાગના લોકો તેમની સાથે કાગળો

લઈને જ વાહન ચલાવે છે. જેથી તેઓ સુરક્ષિત રહી શકે અને ચલનથી બચી શકે. ઘણી વખત લોકો આ કાગળીયા ઘરે ભૂલી જતા હોય છે અને કાગળ વગર વાહન ચલાવવા બદલ ચલન કાપવામાં આવે છે.

સ્માર્ટફોન તમારું ચલણ કાપવાથી બચાવી શકે છે. આજે અમે તમને એમ પરિવહન વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે તમારું ચલન કપાવવાનું ટેન્શન ખતમ કરી નાખશે. જ્યારે તમે તમારા પેપર ભૂલી

જાઓ અથવા હાર્ડ કોપી ગુમાવો ત્યારે આ એપ કામમાં આવે છે. આ એપમાં તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી અને puc રાખી શકો છો.

ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે google play store પર જવાનું છે અને એમ પરિવહન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી સાઈન અપ કરવું પડશે

આ માટે તમારે તમારો મોબાઈલ નંબર જરૂર રહેશે. આ એપ ખૂલ્યા બાદ તમારે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી અને puc અપલોડ કરી શકશો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવે વગર ટેન્શનને ચલાવો તમારું વાહન! વગર કાગળિયે તમારો સ્માર્ટફોન બચાવશે તમને પોલીસના ચલણથી"

Leave a comment

Your email address will not be published.


*