ગુજરાત રાજ્યમાં શિયાળાની ઠંડી વચ્ચે હવામાન વિભાગે ફરી એક વખત કરી મોટી આગાહી, જાણો વિગતે.

213

થોડા દિવસના ઘટાડા બાદ આજથી ફરી ગુજરાત રાજ્યમાં ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અલગ-અલગ શહેરોમાં ઠંડીનું જોર વધશે અને ઠંડીનો પારો ચાર ડિગ્રી સુધી ઘટે તેવી શક્યતા છે. ઠંડી વધવાની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અમદાવાદના.

કેટલાક તાલુકાઓમાં વહેલી સવારે ધુમ્મસ અને ઝાકળ થી વિજીબિલીટી પણ ઘટી હતી.રાજ્યના અનેક શહેરોમાં ધુમ્મસ અને ઝાકર ના કારણે વાતાવરણમાં ચોમાસા જેવી ભીનાશ પ્રસરી હતી.

ખાસ કરીને કચ્છ જિલ્લામાં આજે અને સોમવારે એટલે કે આવતીકાલે હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવ આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિતના શહેરોમાં પણ તાપમાનનો પારો ઘડવાની.

આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.શિયાળાની સિઝનમાં પહેલીવાર વલસાડમાં તાપમાન 10.5 ડિગ્રી સાથે ઠંડું શહેર રહ્યું છે જ્યારે ગાંધીનગરમાં ઠંડીનો પારો 11.8 ડિગ્રી, કેશોદમાં ઠંડીનો પારો 12 ડિગ્રી.

ડીસામાં 13 ડિગ્રી, નલિયામાં 13.3 ડિગ્રી, દીવ માં 13.5 ડિગ્રી, રાજકોટમાં 14.3 ડિગ્રી, સુરતમાં 15.6 ડિગ્રી, ભાવનગરમાં 16.6 ડિગ્રી, ભુજમાં ઠંડીનો પારો 18.2 ડિગ્રી સુધી પહોંચ્યા હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!