સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ચૂંટણી પંચ વિરુદ્ધ કોંગ્રેસ ખખડાવશે કોર્ટના દરવાજા, જાણો સમગ્ર મામલો.

Published on: 10:18 am, Sun, 24 January 21

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. મહાનગરપાલિકાઓની અને નગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરી અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે. 5 માર્ચ જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામો જાહેર થશે.

અહીં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. છ મહાનગર પાલિકા, આઠ નગરપાલિકા,31 જીલ્લા પંચાયત,231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે.ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલી તારીખો પર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે અને.

સાથે ચૂંટણી પંચની વિરુદ્ધ કાર્યવાહી ને લઈને પણ અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે.કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું કે, સ્થાનિક ચૂંટણી માટે અમે તૈયાર છીએ તથા જીતના પાક્કા ઈરાદા સાથે અમે જનતાની વચ્ચે જઈશું.

જોકે 2015 માં કોર્ટે આપેલા આદેશ છતાં ભાજપના દબાણમાં આવીને.મતગણતરીની અલગ અલગ તારીખો જાહેર કરવાના નિર્ણયને અમે કોર્ટમાં ચેલેન્જ આપીશું.અમિત ચાવડા એક મિનિટ કરીને ચૂંટણી પંચની કાર્યવાહી પર સવાલો ઉભા કર્યા હતા.

અને તારીખ જાહેર થઇ ને લઈને કોટી અગાઉ આપેલા ચુકાદાને યાદ કરાવતા કાર્યવાહી પર સવાલો ઉભા કર્યા છે.અને ગઇકાલે જાહેર કરેલી તારીખોમાં બે અલગ-અલગ તારીખોએ મતગણતરી યોજાવાની છે.

જેમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ નો ફાયદો સીધી રીતે ભાજપને થઇ શકે છે. તેવો પણ એક આક્ષેપ લાગી રહ્યો છે ત્યારે આ બાબતને ગંભીરતાથી જોય અમિત ચાવડાએ ટ્વિટ કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ચૂંટણી પંચ વિરુદ્ધ કોંગ્રેસ ખખડાવશે કોર્ટના દરવાજા, જાણો સમગ્ર મામલો."

Leave a comment

Your email address will not be published.


*