કોરોના મહામારી વચ્ચે ગુજરાત રાજ્યમાં આ તારીખે પડી શકે છે વરસાદ, રેઇનકોટ અને છત્રી કાઢી રાખજો

Published on: 9:36 am, Sat, 2 January 21

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતની ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે અને 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.ભારે વરસાદની આગાહી અને વહીવટી તંત્રે જિલ્લાના તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના પણ આપી દીધી છે. આ સાથે જ ખેડૂતોને પણ પોતાનો માલ સાચવવા માટે અપીલ કરવામાં આવી છે.

અને તેમજ માર્કેટિંગ યાર્ડ માં પણ માલસામાન બગડે નહીં તેની તકેદારી રાખવા સૂચના અપાય છે.હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આજથી કાલ સુધી એટલે કે બેથી ત્રણ જાન્યુઆરી વચ્ચે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

અને સાબરકાંઠા,અરવલ્લી, બનાસકાંઠા, પંચમહાલ માં ભારે વરસાદ પડશે અને અહીં ઠંડીનું પ્રમાણ ઘટશે. 4 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધશે.

એટલું જ નહિ અંબાલાલે કહ્યું કે 10 જાન્યુઆરી સમગ્ર રાજ્યનું હવામાન બદલાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!