રાજ્યની રૂપાણી સરકારે ધો.9 થી 12 ના અભ્યાસક્રમને લઈને લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગતવાર

266

કોરોનાવાયરસ ના વધતા કેસોના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી શાળા-કોલેજો બંધ છે. રાજ્યની રૂપાણી સરકારે ધોરણ 9 થી 12 ના અભ્યાસક્રમો ને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત ધોરણ 9 થી 12 ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના આને અંતર્ગત ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરાયો છે તો પરીક્ષા પદ્ધતિમાં પણ માટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે.બોર્ડ ના નિર્ણય મુજબ ધોરણ 9,10,11,12 ના સામાન્ય પ્રવાહમાં પ્રશ્ર્નપત્રોમાં હેતુલક્ષી હેતુલક્ષી પ્રશ્નોનું નું પ્રમાણ 30 ટકા વધારવામાં આવ્યું છે.

ધોરણ 12 સાયન્સમાં અગાઉની જેમ જ પ્રશ્નપત્રોમાં 50% એમસીક્યુ અને 50% વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો નું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે.

ધોરણ 9 થી 12 માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો માં ઇન્ટર્નલ ઓપ્શન ને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!