કોરોનામાં વધતા કહેર વચ્ચે પ્રધાનમંત્રી મોદીની રેલીને લઇને મોટો લેવાયો નિર્ણય, પ્રધાનમંત્રી મોદીની રેલી માં મોટો બદલાવ.

112

ભારતમાં કોરોનાવાયરસ સતત કેસો વધી રહ્યા છે અને વધતા જતા કેસો વચ્ચે બંગાળમાં રાજકીય પાર્ટીઓ દ્વારા ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભારતમાં કોરોનાવાયરસ કહેર વચ્ચે પશ્ચિમ બંગાળમાં વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

અને ભારે ભીડ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ પોતાની બધી જ સભાઓને રદ કરી નાખી અને મમતા બેનરજીએ પણ કલકત્તામાં રેલી નહી કરવાનો નિર્ણય કર્યો છે.

ત્યારે ભાજપ દ્વારા હજી સુધી આ મુદ્દે કોઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો નથી.પ્રધાનમંત્રી મોદીની માલદા, મુરશિદાબાદ, સિવલી અને દક્ષિણ કોલકત્તામાં ચાર રેલી થવાની છે, જોકે હવે ભાજપ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

કે આખા જિલ્લાના લોકોને એક જગ્યાએ ભેગા કરવામાં આવશે નહિ.દરેક વિધાનસભામાં પ્રધાનમંત્રી મોદીના ભાષણને સાંભળવા માટે મોટી મોટી સ્કિન લગાવવામાં આવશે.

રેલી સ્થળ પર ઓછા લોકો પહોંચશે જેથી સામાજિક અંતર નું પાલન કરાવી શકાય.આપને જણાવી દઇએ કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી આ પેલા માંગ કરી હતી.

કે બંગાળના બાકી તબક્કાઓમાં ચૂંટણી એક સાથે કરવામાં આવે. મમતા બેનર્જી પહેલા કોંગ્રેસ નેતા અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ પણ એલાન કર્યું હતું.

કે તેઓ કોરોના સંક્રમણ ના કારણે બંગાળ માં આગામી ચૂંટણી રેલી રદ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ બંગાળમાં માત્ર બે રેલીઓ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!