લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો… દીકરાની જાન નીકળે તે પહેલાં તો માતાનું કરંટ લાગવાના કારણે કરૂણ – જાણો સમગ્ર ઘટના

Published on: 12:41 pm, Mon, 16 May 22

પાટણના રાધનપુર તાલુકામાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં દીકરાના લગ્નના દિવસે જ માતાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર દીકરાની જાન નીકળવાની તૈયારીઓ ચાલી રહી હતી. તે પહેલા વરરાજાની માતાને પંખામાં વીજળી કરંટ લાગતા મૃત્યુ નીપજયું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં બની હતી. અહીં રહેતા કનુભાઈ પરમારના દિકરા અજય પરમારના લગ્ન હતા. લગ્નના કારણે પરિવારમાં ચારેબાજુ ખુશીનો માહોલ હતો. ગઈકાલે અજયની જાન પરણવા જવાની હતી.

જેના કારણે વહેલી સવારે અજયના માતા ધનીબેન જાનની તૈયારીઓ કરી રહ્યા હતા. આ દરમિયાન લગ્ન માટે મંડપમાં રાખેલા પંખાને પડી જતા ધનીબેનને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટના બન્યા બાદ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ધનીબેનને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે ધનીબેનને મૃત જાહેર કર્યા હતા. માતાના મૃત્યુના કારણે દીકરાના લગ્ન અધૂરા ના રહે તેથી પરિવારજનોએ ધનીબેનના મૃત્યુની જાણ અજયને કરી ન હતી.

ધનીબેનની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે તેવી વાતો જઈને કરી હતી. આ ઘટનાના કારણે લગ્નની વિધિ સાદગીથી પૂર્ણ કરી નાખી હતી. લગ્ન પૂર્ણ કરીને અજય ઘરે પહોંચ્યો ત્યારે તેને પોતાના માતાની મૃત્યુની જાણ થઈ હતી.

ત્યારબાદ અજય ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો. આ ઘટનાને કારણે ચારેય બાજુ માતમ છવાઇ ગયો હતો. દીકરાના લગ્નના દિવસે જ માતાની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું. અંતિમ યાત્રામાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. આ ઘટના બની ત્યારે અચાનક જ લગ્નની ખુશી માં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો… દીકરાની જાન નીકળે તે પહેલાં તો માતાનું કરંટ લાગવાના કારણે કરૂણ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*