ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ગઢડા બેઠક પર ભાજપ ને થઈ શકે છે ભારે નુકસાન, જાણો કારણ

200

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રની ગઢડા બેઠક પરથી ભાજપ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગઢડા બેઠક પર ભાજપ તરફથી ઊભા રહેલા ઉમેદવાર આત્મારામ પરમારને 11 વર્ષ પહેલા લેખિતમાં આપેલું વચન ભારે પડ્યું છે.ગઢડા શહેર કોળી સમાજના પ્રમુખ કોળી સમાજના આગેવાનો દ્વારા ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારને વિરોધમાં સૂત્રોચ્ચાર કરી.અને લેખિતમાં આપેલ વચન નો કાગળ ફાડી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. 2009 માં આત્મારામ પરમાર ધારાસભ્ય હતા.

ત્યારે કોળી સમાજની વાડી ના બાંધકામ નું વચન આપેલું અને જિલ્લા આયોજનમાં લેખિત પણ આપેલું પરંતુ આ જ 11 વર્ષ વીતી ગયા હોવા છતાં કોળી સમાજ ની વાડી માટે કોઈ કામગીરી નહીં હોવાના તેમજ ખેડા કોળી સમાજને છેતર્યા હોવાના આક્ષેપો સાથે ફરી ચૂંટણીમાં મત લેવા માટે આવ્યા પણ આક્ષેપો સાથે તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.

મહત્વની વાત એ છે કે આત્મારામ પરમારને મત ન આપી કોંગ્રેસને સમર્થન આપવાનું તે લોકોએ જણાવ્યું હતું.ગઢડા શહેર કોળી સમાજના પ્રમુખ કોળી સમાજના આગેવાનો દ્વારા ગઢડા સામાકાંઠા ખાતે આવેલ તાત્કાલિક હનુમાનજી ના મંદિર પાસે ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય આત્મારામ પરમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને.

બાયધરી અપાયેલ કાગળ ફાડી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.કોળી સમાજ આપેલું વચન ના 11 વર્ષ સુધી ગયા હોવા છતાં તેમાં કઈ કામ કરવામાં આવી હોવાની વાત સાથે કોળી સમાજના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ભેગા થયા અને વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ વિરોધ પ્રદર્શનમાં ગઢડા કોળી સમાજના યુવા આગેવાન અજય ઝાલા તેમજ કરશનભાઈ ચૌહાણ, મુકેશભાઈ પરમાર, શૈલેષભાઈ મેર, કિશોરભાઈ મેર, વિઠ્ઠલભાઈ પરમાર, ગજેન્દ્રભાઈ ગોહિલ સહિતના.

આગેવાનોએ ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર નો વિરોધ નોંધાવ્યો અને આ કારણસર ભાજપને આ વખતે પેટાચૂંટણીમાં મોટું નુકસાન થઈ શકે છે.

 નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!