ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે…

Published on: 6:56 pm, Sat, 31 October 20

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી ને ફરી એક વખત અડફેટે લેતા તેમના પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે પ્રધાનમંત્રી મોદી પોતે 8400 કરોડ રૂપિયાના વિમાનમાં ફરે છે. પરંતુ ચીન નું નામ લેવાથી પણ ડરી રહ્યા છે, હવે કોના સારા દિવસો આવશે?નોંધનીય છે કે મોદી સરકાર દ્વારા હાલમાં ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી માટે નવા વિમાનો માટે ના ઓર્ડર કરવામાં આવ્યા હતા. જે બિલકુલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે વપરાતા એરફોર્સ વન જેમ એર ઇન્ડિયા વન હસે.

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ માટેના બે વિમાનો નો ઓર્ડર કરવામાં આવ્યા છે જેનો કુલ ખર્ચો અંદાજે 8400 કરોડ રૂપિયા જેટલો આવ્યો છે,આ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને તેમને એક સમાચારના અહેવાલને ટાંકીને લખ્યું કે.

ભારતના જવાનો ભય ઠંડીમાં પણ અડગ રહીને ચીનના આક્રમણ નો મુકાબલો કરી રહ્યા છે, જ્યારે મોદી પોતે 8400 કરોડ રૂપિયાના વિમાનમાં બેસીને ફરી રહ્યા છે અને ચીન નું નામ લેવાથી પણ કરી રહ્યા છે, હવે કોના સારા દિવસો આવ્યા છે?.

આ મુદ્દે તેઓ ઘણા એક્ટીવ રહીને મોદી સરકારનો વિરોધ કરી ચૂક્યા છે અને ચીન સાથેના તણાવના મુદ્દે તેમણે અગાઉ પણ મોદી સરકારની નીતિઓની ગંભીર આલોચના કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!