દિલ્હીમાં કડકડતી ઠંડી વચ્ચે ખેડૂત આંદોલનકારીએ સરકાર સામે અપનાવી આ નવી રણનીતિ.

207

દિલ્હીમાં કડકડતી ઠંડી વચ્ચે આજરોજ વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતો આવી કપરી પરિસ્થિતીમાં આંદોલન કરી રહ્યા છે ત્યારે આવતીકાલે હલ્લાબોલ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. ખેડૂત આંદોલન ના કેટલા દિવસ થઈ ગયા હોવા છતાં ખેડૂતો પોતાની માંગ માટે નવી રણનીતિ અપનાવી રહ્યા છે.

8 મી જાન્યુઆરીના રોજ સરકાર અને ખેડૂતો વચ્ચે ચર્ચા થવાની છે પણ તે પહેલાં આવતીકાલે ખેડૂતો મોટું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. આગામી સરકાર અને ખેડૂતો વચ્ચે ની બેઠકમાં સમાધાન ન આવે તો 9 મી જાન્યુઆરી એ કૃષિ કાયદાની કોપી ને બાળવામાં આવશે.

હરિયાણામાં ખેડૂતો ઘરે ઘરે જઈને સંપર્ક ચાલુ કરી દેશે અને 26 મી જાન્યુઆરીએ ખેડૂતો દ્વારા ટેકટર પરેડ કરવામાં આવશે. ખેડૂતોની આક્રમકતાને ધ્યાનમાં રાખીને સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે અને સિંધુ બોર્ડર પર જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.

ટીકરી બોર્ડર પર કૃષિ કાયદાની વિરુદ્ધ માં આજે પણ આંદોલન ચાલુ છે અને બીજી બાજુ વરસાદ પડી રહ્યો હતો અને અધૂરામાં કરા પણ પડ્યા હતા.દિલ્હીમાં પહેલેથી જ કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે વરસાદના કારણે ખેડૂતોની સમસ્યા માં મોટો વધારો થયો છે.

ખેડૂત આંદોલન મુદ્દે શિવસેનાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.શિવસેનાએ સામના’માં લખ્યું કે દિલ્હી ની સરહદ પર કેન્દ્રના કાયદાના વિરોધમાં 50 થી વધારે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને સરકારની નજર માં બલિદાનની કોઈ પણ કિંમત નથી.

જો તેઓ માં માનવતા હોય તો કૃષિ કાયદા તાત્કાલિક રૂપે સ્થગિત કરી દેવામાં આવ્યા હોત.દિલ્હીમાં કડકડતી ઠંડી વચ્ચે ખેડૂત આંદોલનકારીએ સરકાર સામે અપનાવી આ નવી રણનીતિ. ખેડૂત આંદોલન લઈનેેેેેે આ મહત્વના સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!