સુરત શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, કહ્યુ કે અમે…

Published on: 3:56 pm, Wed, 6 January 21

સુરત મહાનગરપાલિકાની ચુંટણી માટે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા સાથે સુરત કોંગ્રેસ કોંગ્રેસ નો સંકલ્પ 2021 જાહેર કરી દીધો છે.સુરત શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી ની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે સુરતના તમામ લોકોને વેક્સિન વિના મૂલ્યે આપવાની જાહેરાત કરી છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા સુરત કોંગ્રેસે એક એપ્લિકેશન લોન્ચ કરી છે જેનું નામ હેલ્લો સુરત છે. અંગેની પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરે તે પહેલા જ કોંગ્રેસનો સંકલ્પ 2021 જાહેર કરી દીધો છે.કોંગ્રેસ જો સુરતમાં સત્તામાં આવશે.

તો સુરતમાં વિનામૂલ્યે લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. આ ઉપરાંત સુરત ની સીટી બસમાં મહિલાઓ, સિનિયર સિટીઝન અને બાળકોને વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે.સુરત મહાનગરપાલિકા દ્વારા માત્ર પાંચ રૂપિયામાં જમવાની.

વ્યવસ્થા સાથે સુરત શહેરમાં બે રસોઈઘર શરૂ કરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 100 સ્માર્ટ સ્કૂલ ની રચના કરવામાં આવશે અને સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ થયું છે તેમાં પૂરેપૂરી સુવિધા આવ્યા બાદ વસૂલવામાં આવશે તેમ કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું.

લોકોના આરોગ્યની સુખાકારી માટે દરેક વોર્ડ દીઠ 4 શેરી ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે અને આજે એપ્લિકેશન લોન્ચ કરી દેવામાં આવી છે જેના માટે લોકોના મનની વાત સાંભળીને તેમની સમસ્યાનો જલદીથી નિકાલ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!