સુરતમાં મકાન-માલીકની પત્નીની છેડતી કરનારને ઠપકો આપનાર, યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો – જાણો સમગ્ર ઘટના

Published on: 11:11 am, Wed, 16 February 22

સુરતના પાંડેસરામાં એક 22 વર્ષના યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પાંડેસરા મકાન-માલીકની પત્ની ની છેડતી કરનારને ઠપકો આપનાર યુવકનો રાત્રે જીવ લઈ લેવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ સાલુ બલડી વર્મા હતું. તે યુપીનો વતની હતો.

મૃત્યુ પામેલો સાલુ કલર ટેક્સ કંપનીમાં કામ કરતો હતો. અને પાંડેસરા જગન્નાથ નગરમાં તે એકલો રહેતો હતો. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ બપોરે પડોશમાં રહેતા સોમનાથ ગુપ્તાએ સાલુના મકાન-માલીકની પત્નીની છેડતી કરી હતી.

ત્યારે સાલુએ સોમનાથ ગુપ્તાને આપકો આપ્યો હતો અને એક થપ્પડ લગાવી હતી. ત્યારે સોમનાથ ગુપ્તાએ કહ્યું હતું કે, રાત્રે તું રહીશ હું. ત્યારબાદ રાત્રે ભોજન કરીને સાલુ પોતાના ઓટલે બેઠો હતો ત્યારે.

ત્યારે સાલુ પર પ્રહાર કરવામાં આવ્યા હતા. અને તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના બન્યા બાદ સોમનાથ ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાને લઇને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર પોલીસે સોમનાથ ને પકડી પાડયો છે તેવું જાણવા મળી રહ્યું છે. સાલુના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું કે, આરોપી સોમનાથ દારૂ નો બંધાણી હતો. તેને મકાન-માલિકની પત્નીની છેડતીની માથાકૂટમાં સાલુનો જીવ લઇ લીધો હતો. સુરતમાં આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં મકાન-માલીકની પત્નીની છેડતી કરનારને ઠપકો આપનાર, યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*