આજકાલ રાજ્યમાં ન વિચાર્યું હોય તેવી ઘટનાઓ બની રહે છે. ત્યારે સુરતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સુરતના માંડવીના સાલૈયા ગામનો આ બનાવ છે. મળતી માહિતી મુજબ અહીં એક દિયરે તેમની સગીભાભી નો જીવ લઈ લીધો છે જેને લઇને અફરાતફરી મચી ગઇ છે.
મળતી માહિતી અનુસાર 40 વર્ષીય ભાભી અને દિયર વચ્ચે જમીન મકાનના વિવાદને લઈને માથાકુટ થઇ હતી અને આ માથાકૂટમાં દિયરે ભાભી નો જીવ લઇ લીધો હતો.
મળતી માહિતી અનુસાર દિયરે ભાભીના માથાના ભાગમાં બે કુહાડી લગાવી દિધી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
અને પોલીસ દ્વારા મૃત્યુ પામેલા ભાભીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસ દ્વારા દિયર ની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલી મહિલાનું નામ સુશીલાબેન હતું. તેઓ જ્યારે ઘરે એકલા હતા ત્યારે આ સમગ્ર ઘટના બની હતી. સુશીલાબેન ઘરે એકલા હોવાના કારણે મોકો જોઇને તેમના દિયર મનીષ દેવસિંગ ચૌધરીએ તેમના ભાભી નો જીવ લઇ લીધો હતો. અને ત્યાંથી તે રફુચક્કર થઇ ગયો હતો.
ઉપરાંત પ્રાથમિક તપાસ દ્વારા જાણવા મળ્યું કે દિયર અને ભાભી વચ્ચે જમીન મકાનના વિવાદને લઈને માથાકુટ થઇ હતી અને ત્યાર બાદ આ સમગ્ર ઘટના બની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!