સુરતમાં એક કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો, 3 લોકોના મૃત્યુ, 2 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 5:15 pm, Mon, 13 December 21

ગુજરાતમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરત શહેરમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં અનાવાલ-ભીનાર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના કરૂણ મૃત્યુ થયા હતા અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત તૈયાર થતા તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર કાર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને તેના કારણે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર રોડ પર જઈ રહેલી કાર ચાલકે અચાનક જ સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો.

અને જેને લઇને કાર રોડની સાઇડના એક ઝાડ સાથે જઇને ટકરાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. ઉપરાંત બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. આ અકસ્માતમાં કાર નો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગયો હતો.

આ ઉપરાંત બનાસકાંઠામાં પણ એક અકસ્માતની ઘટના બની હતી તેમાં એક કાર અને છકડા રિક્ષા વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો તેમાં 2 લોકોના મૃત્યુ થયા છે અને 13 લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!