ખેડૂતો માટે મોટા આનંદના સમાચાર,કપાસના ભાવ માં થયો એકાએક ઉછાળો

Published on: 9:38 am, Tue, 14 December 21

મિત્રો આ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને કપાસનું વાવેતર કરતાં ખેડૂતો ના કપાસ બગડી ગયો હતો અને તેની ગુણવત્તા પણ ઘટી ગઈ હતી. કપાસના પાકમાં આવેલા મોટા નુકસાનને કારણે કપાસ ની અછત જોવા મળી રહી છે

જેના કારણે તેના ભાવમાં ખૂબ જ સારો વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ ઘણા એવા વિસ્તારો છે જે કપાસ ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં થયું છે અને કપાસ ની ક્વોલિટી પણ ખૂબ જ સારી છે.છેલ્લા બે વર્ષથી કપાસના ભાવ 1000 રૂપિયા પ્રતિમણ સુધી પહોંચ્યા નથી.

હાલમાં ખેડૂતોને કપાસ નો ભાવ 1800 રૂપિયા પ્રતિ મનની આસપાસ મળી રહ્યો છે પરંતુ હજુ પણ કોટનના ભાવમાં તેજી આવે તેવા સંકેતો કપાસ પકવતા નિષ્ણાતો જણાવી રહ્યા છે.હાલમાં બજારમાં એક ખાંડી ના ભાવ 70000 ની આસપાસ પહોંચી ગયા છે.

સ્થાનિક બજારોમાં પ્રતિ ખાંડી એ 13000 રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે વૈશ્વિક સ્તરે કોટનના ભાવમાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે જેથી ખેડૂતોને કપાસના સારા એવા ભાવ મળી શકે છે.

આ વર્ષે ખેડૂતોને કપાસના પ્રતિમણ 1800 રૂપિયા મળી રહ્યા છે જે ખેડૂતો માટે ખૂબ જ આનંદની વાત કહી શકાય.વૈશ્વિક સ્તરે કપાસની વધતી જતી માંગને કારણે સ્થાનિક બજારોમાં ખૂબ જ તેજી આવી છે

અને છેલ્લા એક મહિનામાં પ્રતિ ખાંડીએ 13000 થી 14000 નો મોટો ઉછાળો આવ્યો છે જેથી આ વર્ષે ખેડૂતોને કપાસ ની ખૂબ જ ઊંચી કિંમત મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે મોટા આનંદના સમાચાર,કપાસના ભાવ માં થયો એકાએક ઉછાળો"

Leave a comment

Your email address will not be published.


*