રાજકોટ(Rajkot): શહેરમાં હાર્ટ એટેકથી(Heart attack) મોત થવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ સમગ્ર ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આ ઘટનામાં દીકરાને CBSE ધોરણ 12માં સારા ટકા આવવાની ખુશીમાં માતાનું હૃદય બંધ પડી જતા મોત થવાની ઘટના સામે આવી છે.
આ બનાવ બનતા જ પરિવારમાં ખુશીઓનો માહોલ એક જ ઝટકામાં માતમમાં ફેરવાઈ ગયો હતો. હાલમાં આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે CBSE દ્વારા ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ મવડી વિસ્તારની મારુતિ નંદન સોસાયટીના શેરી નંબર ચારમાં રહેતા અને કેબલ ઓપરેટર નો વ્યવસાય કરતા નરેન્દ્રસિંહ ઝાલાના દિકરા રુદ્રરાજસિંહ ધોરણ 12 માં ખૂબ જ સારા માર્ક્સ આવ્યા હતા.
રુદ્રરાજસિંહના સારા માર્ક્સના સમાચાર મળતા જ ખુશી વ્યક્ત કરતી વખતે માતા શીતલબા ઝાલા હાર્ટ એટેક આવી ગયો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલ પર ફરજ પરના ડોક્ટરે શીતલબા ઝાલાને મૃત જાહેર કર્યા હતા. દીકરાનું સારું રિઝલ્ટ માતાના જીવનનો અંતિમ દિવસ બનતા પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે.
સમગ્ર ઘટનાને લઈને 18 વર્ષીય રુદ્રરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે, 11 વાગ્યાની આસપાસ હું સીબીએસઈ ધોરણ 12 ની પરીક્ષામાં પાસ થઈ ચૂક્યો છું અને મારે 58% આવ્યા હોવાના સમાચાર મે ઘરે હાજર સભ્યોને સંભળાવ્યા હતા. મેં આ સમાચાર આપ્યા ત્યારે ઘરે હું મારા માતા તેમ જ મારા દાદી તેમજ મારા નાની હાજર હતા.
સમાચાર સાંભળતા જ મારા માતા ખૂબ જ હરખમાં આવી ગયા હતા. જેને લઈને તેમને ચક્કર આવ્યા હતા. તેથી મેં તાત્કાલિક પિતાને ફોન કર્યો હતો. પિતા ઘરે આવ્યા બાદ માતાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં હોસ્પિટલમાં ગણતરીની મિનિટોમાં માતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો