ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ..! ધોરણ 12ની પરીક્ષામાં પાસ થવાની ખુશીમાં પાર્ટી કરીને ઘરે આવતા મિત્રોની XUV કાર પલટી ખાઈ ગઈ… બે મિત્રોના એકસાથે કરુણ મોત…

Published on: 12:44 pm, Sat, 13 May 23

National Highway Accident: હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં બે મિત્રોના એક સાથે મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ યુવકો અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત થયેલા ત્રણેય યુવકોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે હરિયાણાના(Haryana) કરનાલમાં(Karnal) નેશનલ હાઈવે પર એક ઝડપી કાર અચાનક જ બેકાબુ થઈ જતા પલટી ખાઈ ગઈ હતી.

જેના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાર પછી પોલીસે ઇજાગ્રસ્ત થયેલા યુવકોને સારવાર માટે પાણીપતની હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જ્યારે મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 18 વર્ષીય અમન, 19 વર્ષીય અભિષેક, હર્ષ, મોહિત અને અમનનું ગઈકાલે ધોરણ 12નું પરિણામ આવ્યું હતું અને આ બધા તેમાં પાસ થઈ ગયા હતા. પરીક્ષામાં પાસ થવાની ખુશીમાં બધા મિત્રો રાત્રે પાર્ટી કરવા માટે નીકળી ગયા હતા. રાત્રે પાર્ટી કર્યા પછી, મિત્રો આજરોજ સવારે ચાર વાગ્યાની આસપાસ કાર લઈને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં અચાનક જ તેમની કાર બેકાબુ બની ગઈ હતી. આ કારણસર બેકાબૂ બનેલી કાર પલટી ખાઈ ગઈ હતી અને કારમાં સવાર મિત્રો ગંભીર અકસ્માત નો શિકાર બન્યા હતા. આ ઘટનામાં અમન અને અભિષેક નામના યુવકે ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે પાંચે મિત્રો મહેન્દ્રા XUV કારમાં પાણીપતથી કરનાલ તરફ ખૂબ જ ઝડપમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અચાનક જ કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનાની જાણ થયા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. લોકો કારમાં ફસાયેલા યુવકોને બહાર કાઢે તે પહેલા તો બે યુવકોના મૃત્યુ થઈ ગયા હતા. બંનેના મૃત્યુની જાણ પરિવારજનોને થતા પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો