ગુજરાત રાજ્યમાં ધોરણ 9 અને 11 ના કલાસ શરૂ કરવાની તૈયારીમાં સરકાર, કેબિનેટ બેઠકમાં લઈ શકે છે આ મહત્વપૂર્ણ

Published on: 3:17 pm, Tue, 19 January 21

અગાઉ ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલવાના આવી અને હવે ત્યારબાદ ધોરણ 9 અને 11 માટે પણ શાળા ખોલવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આગામી બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં કોઈ મોટી જાહેરાત થાય તેવી શક્યતા છે.

કોરોના મહામારી દરમિયાન ઓનલાઇન શિક્ષણ કર્યા બાદ ઓફલાઈન શિક્ષણ હાથ ધરવું પણ સરકાર માટે પડકાર જનક છે. કોરોના ના ડર ને કારણે ઓછી હાજરી નો પ્રશ્ન છે તેવા સંજોગોમાં રાજ્ય સરકાર હવે ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કરવા કવાયત હાથ ધરી છે.

આમ તો આયોજન આગામી સોમવારથી હાથ ધરવાનું છે પણ જો કોઈ અડચણ આવે તો ફેબ્રુઆરીમાં શૈક્ષણિક કાર્ય હાથ ધરવામાં આવશે.ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓ નું કોરોના નું લક્ષણ ન હોવાનું સેલ્ફ ડેકલેરેશન મંગાવ્યું છે અને વિદ્યાર્થીઓની સાથે સાથે.

તેમને સ્કુલે મુકવા આવતા વાલીઓ પણ સામાજિક અંતર જાળવે અને ભીડ ના થાય તે માટે તેમને બાળકોના સ્કૂલના ગેટ પર ઉતારવાના રહેશે અને કોઈ વાલી કેમ્પસમાં પ્રવેશી શકશે નહીં.શાળા શરૂ કર્યા બાદ વિદ્યાર્થીઓ માં કોરોના નો ચેપ લાગ્યો.

હોવાના સમાચાર સામે આવ્યા હતા. કેશોદ ની કે.એ.વણપરીયા વિનય મંદિર શાળાની અગિયારમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની ને કોરોના થયો હતો અને શાળામાં પ્રવેશતા એન્ટીજેન ટેસ્ટ કરવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં ધોરણ 9 અને 11 ના કલાસ શરૂ કરવાની તૈયારીમાં સરકાર, કેબિનેટ બેઠકમાં લઈ શકે છે આ મહત્વપૂર્ણ"

Leave a comment

Your email address will not be published.


*