ગુજરાત રાજ્યમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આવ્યા માઠા સમાચાર, કોંગ્રેસમાં સર્જાયું મોટું ભંગાણ.

188

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પહેલા મોટા સમાચાર આવી રહ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસમાં ભંગાણ ના સમાચાર આવી રહ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કેસરીયો ધારણ કરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે.અમદાવાદ કોર્પોરેશનના પૂર્વ નેતા વિપક્ષ.

દિનેશ શર્મા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ હવે તેજ બની છે.અમદાવાદ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા ચૂંટણીની તારીખો જાહેર થાય ત્યારબાદ ભાજપમાં જોડાય તેવી પૂર્ણ શક્યતાઓ વર્તાઈ રહી છે.જોકે દિનેશ શર્મા ભાજપમાં જોડાશે .

પરંતુ કોર્પોરેશનની ચૂંટણી નહીં લડે તેવી સંભાવના સૂત્રોએ જણાવી રહ્યા છે. ભાજપમાં આવ્યા બાદ દિનેશ શર્મા ને 2022 માં બાપુનગર વિધાનસભાની ટિકિટ અપાય તેવી રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.

દિનેશ શર્માની ભાજપની એન્ટ્રી ની વાતથી ભાજપના હિન્દી ભાષી નેતાઓ નારાજ થઈ શકે છે.ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાય તેવી શક્યતાઓ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ પોતાના પક્ષ તરફ લોકોને આર્કષવા અર્થાત પ્રયત્ન કરી રહ્યા છે.

ત્યારે ચૂંટણી નજીક પહોંચતા બંને પક્ષોમાં તોડ-જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.પૂર્વ વિપક્ષ ના નેતા દિનેશ શર્મા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ હવે ખૂબ વધારે છે ત્યારે આગામી સમયમાં જોવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!