પાટણ શિહોરમાં ત્રણ રસ્તા પાસે બાઇક પર જઇ રહેલા બે વ્યક્તિને ઈકો કારે લગાવી જબરદસ્ત ટક્કર – એકનું કરુણ મૃત્યુ…

Published on: 3:18 pm, Thu, 24 March 22

છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે પાટણ શિહોરી હાઈવે પર મંગળવારના રોજ સાંજે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. પાટણ શિહોરી હાઈવે પર ત્રણ રસ્તા પેટ્રોલ પંપ પાસે બાઈક અને ઇકો કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં કાંકરેજ તાલુકાના રાનેર આ ગામના બાઇકની પાછળ બેઠેલા વ્યક્તિનું કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે બાઈકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પાટણ શિહોરી હાઈવે પર ત્રણ રસ્તા પાસે મંગળવારના રોજ સાંજે GJ 08 BJ 6536 નંબરની બાઈક પર બે વ્યક્તિ પસાર થઇ રહ્યા હતા.

ત્યારે પાછળથી GJ 02 CP 0728 નંબરની ઈકો કારે બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બાઇકચાલક શૈલેશસિંહ સોમજીજી જાદવને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે પાછળ બેઠેલા ગજેન્દ્રસિંહ સાદુળસિંહ જાદવને અકસ્માતની ઘટનામાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. ઘટના બનતા જ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અને આ સમગ્ર ઘટનાને લઇને પોલીસને જાણ કરી હતી. ગજેન્દ્રસિંહ મંગળવારે બપોરે પાટણ તેમની દીકરી વિષ્ણુબા બીમાર હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હોવાથી તેઓ કાકા ભત્રીજો ખબર-અંતર લેવા માટે બાઈક પર પાટણ આવ્યા હતા.

સાંજે એવો પણ આઠ વાગ્યાની આસપાસ ઘરે પરત જઇ રહ્યા હતા. ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડયો હતો. અકસ્માતમાં ગજેન્દ્રસિંહ સાદુળસિંહ જાદવને કરૂણ મૃત્યુ નિપજતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઇકો કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાટણ શિહોરમાં ત્રણ રસ્તા પાસે બાઇક પર જઇ રહેલા બે વ્યક્તિને ઈકો કારે લગાવી જબરદસ્ત ટક્કર – એકનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*