દીકરી તુષાએ વાત ન કરતા આવેશમાં આવીને આરોપી કલ્પેશ દીકરીનો જીવ લેવાનો પ્લાન ઘડ્યો, છેલ્લી વાર મળવા આવવાનું કહીને…

Published on: 3:44 pm, Thu, 24 March 22

વડોદરા શહેર નજીક ધનીવાયી ગામની સીમમાં મંગળવારના રોજ રાત્રીના સમયે 19 વર્ષની એક વિદ્યાર્થિનીએ મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.

એક તરફી પ્રેમમાં પાગલ બનીને કલ્પેશ ઠાકોર નામના યુવકે દીકરી તુષાનો જીવ લઇ લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી કલ્પેશ ઠાકોર એ એવી માહિતી આપી હતી કે, તૃષાને અન્ય યુવાન સાથે પ્રેમ થઈ ગયો હોવાથી પોતાની સાથે સંબંધ તોડી નાખ્યો છે.

ત્યારબાદ કલ્પેશ વિચાર્યુ કે તું મારી નહિ તો બીજાની પણ નહીં અને તેવા મક્કમ નિર્ધાર સાથે કલ્પેશ તૃષાનો જીવ લઇ લીધો હતો. પોલીસ તપાસમાં એવી વિગત પણ સામે આવી છે કે, ત્રણ વર્ષ પૂર્વે તૃષાને કલ્પેશ વચ્ચે સારી મિત્રતા હતી. પરંતુ તૃષા કોલેજ કરીને પરત ફર્યા બાદ ધોરણ 10 પાસ અને ઇલેક્ટ્રિકમાં આઈટીઆઈ કરતા કલ્પેશ સાથે સંબંધ તોડી નાખ્યા હતા.

ત્યારબાદ કલ્પેશ તૃષાને અવારનવાર ફોન કરતો હતો પરંતુ તૃષા તરફથી વળતો જવાબ ન મળતા કલ્પેશ ભારે રોષમાં ભરાઈ ગયું હતું. ત્યારબાદ કલ્પેશ મંગળવારે સાંજે તૃષાને છેલ્લી વખત મળવાનું બહાનું બતાવીને મુજારી ગામડી પાસે મળવા બોલાવી હતી.

ત્યારબાદ કલ્પેશ તૃષાને અન્ય યુવાન સાથે સંબંધ અંગે પૂછ્યું હતું. ત્યારે તૃષા જણાવ્યું હતું કે, એ બાબતે હું તને કોઈ જવાબ આપીશ નહિ. આવો જવાબ આપે છે અને ત્યારબાદ તૃષા પાછળની બાજુ કુતરા ભસતા હોય છે ત્યાં જોવે છે.

ત્યારે કલ્પેશ ધારદાર વસ્તુઓ વડે તૃષા પર પ્રહાર કરે છે. આટલું જ નહીં પરંતુ તૃષાએ જે હાથમાં અંગૂઠી પહેરી હતી. તે હાથ પણ તૃષાના શરીરથી કલ્પેશ અલગ કરી દે છે. તૃષા મારી નહીં તો કોઈની નહીં થવા દઉં તેવા જૂનું સાથે કલ્પેશ તૃષાનો જીવ લઈ લીધો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દીકરી તુષાએ વાત ન કરતા આવેશમાં આવીને આરોપી કલ્પેશ દીકરીનો જીવ લેવાનો પ્લાન ઘડ્યો, છેલ્લી વાર મળવા આવવાનું કહીને…"

Leave a comment

Your email address will not be published.


*