પાટણમાં ઇકો કાર અને એક્ટિવા વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, કોલેજમાં અભ્યાસ કરતી 22 વર્ષની દીકરીનું મૃત્યુ….

Published on: 10:57 am, Thu, 5 May 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા હાઈવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 22 વર્ષની એક દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર પુરપાટ ઝડપે જતી ઈકો કારે એકટીવાને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં એક્ટીવા પર સવાર દીકરીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ આ ઘટનામાં બીજલ પ્રજાપતિ નામની દીકરીનો કરુણ મૃત્યુ થયું છે.

તેની ઉંમર 22 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર તે ટી.એસ.આર કોમર્સ એન્ડ આર્ટસ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. બુધવારના રોજ દીકરી બીજલ એકટીવા લઈને પરીક્ષા આપવા માટે કોલેજ આવી હતી. બુધવારના રોજ તેની પરીક્ષાનું છેલ્લું પેપર હતું.

દીકરી બીજલ GJ 24 8081 નંબરની એકટીવા લઈને પરીક્ષા આપવા માટે નીકળી હતી. પેપર પૂર્ણ થઇ ગયા બાદ દીકરી ઘરે પરત ફરી રહી હતી. ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર દીકરીને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ કારણોસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગઈ હતા. આ ઘટનાની જાણ થતા દીકરીના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. દીકરીનું મૃત્યુ થતા ઘટના સ્થળે માતા પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.

સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. દીકરીના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઇકો કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાટણમાં ઇકો કાર અને એક્ટિવા વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, કોલેજમાં અભ્યાસ કરતી 22 વર્ષની દીકરીનું મૃત્યુ…."

Leave a comment

Your email address will not be published.


*