સાસરિયાઓએ ગર્ભવતી વહુનું પેટ ફાડીને 8 મહિનાના બાળકને બહાર કાઢ્યું, પછી કર્યું એવું કે…હિંમત હોય તો જ આગળ વાંચજો…

Published on: 7:13 pm, Thu, 13 October 22

હાલમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મિત્રો આ ઘટના જાણીને ઘડીક વાર તો તમને પણ ચક્કર આવવા લાગશે. આ ઘટના મધ્યપ્રદેશના જબલપુરમાં બની છે. જબલપુરમાં એક 8 મહિનાની ગર્ભવતી મહિલાના સાસરિયાવાળાઓએ પુત્રવધુનું પેટ ફાડીને બાળકને બહાર કાઢ્યું હતું. આ ઘટનાને અંજામ આપવા માટે સ્મશાનમાં સફાઈ કામ કરનાર વ્યક્તિને પણ બોલાવવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે મૃત્યુ પામેલી મહિલાની માતા આ સમગ્ર ઘટનાનો વિડીયો લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ ઘટના સાંભળીને પોલીસ પણ ચોકી ઉઠી હતી. મળતી માહિતી અનુસાર સાસરિયા હોય સ્મશાન ઘાટ પર કામ કરતા સ્વીપરની પાસે આ કામ કરાવ્યું હતું. ધારદાર વસ્તુ વડે ગર્ભવતી મહિલાનું પેટ ફાળવ્યું હતું.

ત્યારબાદ પેટમાંથી બાળકના મૃતદેહને બહાર કાઢ્યું હતું. ત્યારબાદ સાસરિયાવાળાઓએ વહુના અંતિમ સંસ્કાર કર્યા હતા અને માસુમ બાળકના મૃતદેહ અલગથી દફનાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાની માતાએ SP ઓફિસે પહોંચીને ફરિયાદ કરી હતી.

અહીં પહોંચીને માતાએ કહ્યું હતું કે, તેની 25 વર્ષની દીકરી રાધાના લગ્ન 2021માં 24 એપ્રિલના રોજ પનાગરમાં ગોપી પટેલ સાથે થયા હતા. લગ્ન થઈ ગયા બાદ સાસરિયા હોય દહેજમાં બાઈકની ડિમાન્ડ કરી હતી. મારી દીકરી રાધા આઠ મહિનાની ગર્ભવતી હતી. 17 સપ્ટેમ્બરના રોજ તેનું મૃત્યુ થઈ ગયું હતું.

રાધાનું દીકરીના પેટ ફાડતો હોય તેવો વિડિયો તેની માતાએ બુધવારના રોજ કરેલી ફરિયાદમાં પોલીસને આપ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે ત્યાં ઉભેલા કોઈક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ સાચું કારણ શું છે તે જાણવા મળશે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પિયરીયા અને સાસરીયા પક્ષના લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાસરિયાઓએ ગર્ભવતી વહુનું પેટ ફાડીને 8 મહિનાના બાળકને બહાર કાઢ્યું, પછી કર્યું એવું કે…હિંમત હોય તો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*