ભુજમાં સ્કુલની સામે એક કારચાલકે બે બાઈક ચાલકને અડફેટેમાં લેતા સર્જાયો ત્રિપલ અકસ્માતમાં, એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ…

Published on: 10:02 am, Thu, 21 April 22

ગુજરાત રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે ભુજ શહેરમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક વ્યકિતનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર ભુજ શહેરની ભાગોળે બુધવારના રોજ બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ આશાપુરા સ્કૂલે સામેના પ્રમુખસ્વામી નગર પાસે મુન્દ્રા રોડ પર બે બાઇક ચાલકને એક પુરપાટ ઝડપે આવતી કારે અડફેટેમાં લીધા હતા.

આ ઘટનામાં એક બુલેટ ચાલકનું કરૂણ મૃત્યુ થયું છે. જ્યારે અન્ય એક બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે બપોરના સમયે ભાગોળે મુન્દ્રા રોડ પર આશાપુરા સ્કૂલ સામે બુલેટ ચાલક અને બાઈક ચાલકને GJ 12 DF 8361 નંબરના કારચાલકે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બુલેટ પર સવાર 59 વર્ષીય ભરતભાઈ જયંતિલાલ ગણાત્રાને ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. તમામ લોકોએ ભેગા મળીને જયંતીભાઈ ને સારવાર માટે સૌપ્રથમ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ભુજની જનરલ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર તબીબે ભરત ભાઇને મૃત જાહેર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં GJ 11 DR 8484 નંબરના 43 વર્ષીય બાઇકચાલક તારક રમણભાઈ ઠક્કરને ગંભીર ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બની ત્યાર બાદ કારચાલક ઘટનાસ્થળે કાર મુકીને ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભુજમાં સ્કુલની સામે એક કારચાલકે બે બાઈક ચાલકને અડફેટેમાં લેતા સર્જાયો ત્રિપલ અકસ્માતમાં, એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*